પતંજલિ જાહેરાત કેસમાં રામદેવ-બાલકૃષ્ણનું માફીનામું ખારીજ : સુપ્રીમ કોર્ટે કહ્યુ- જાણીજોઇને અમારા આદેશોની અવમાનના કરી, કાર્યવાહી માટે તૈયાર રહો
પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ આ સુનાવણી કરી રહી છે. આ પહેલા 2 એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિ વતી માફી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) એ કહ્યું કે અમે આ મામલે સૂચન કર્યું છે કે બિનશરતી માફી માંગવી જોઈએ. કોર્ટે સ્વામી રામદેવની બિનશરતી માફીનું એફિડેવિટ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે આ લોકોએ ત્રણ વખત અમારા આદેશોની અવગણના કરી છે. આ લોકોએ ભૂલ કરી છે અને તેનું પરિણામ ભોગવવું પડશે. તમે એફિડેવિટમાં ધોખાધડી કરી રહ્યા છો, આને કોણે તૈયાર કર્યું છે ? હું આશ્ચર્ય ચકિત છું. જસ્ટિસ કોહલીએ કહ્યું કે તમારે આવું સોગંદનામું ન આપવું જોઈતું હતું. તેના પર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમારાથી ભૂલ થઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું- ભૂલ! બહુ ટૂંકો શબ્દ. કોઈપણ રીતે અમે આ અંગે નિર્ણય લઈશું.
કોર્ટે કહ્યું કે અમે આને જાણી જોઈને કોર્ટના આદેશનો અનાદર ગણી રહ્યા છીએ. અમારા આદેશ પછી પણ ? અમે આ મામલે આટલા પણ ઉદાર નથી બનવા માંગતા. અમે એફિડેવિટને ઠુકરાવી રહ્યા છીએ, તે માત્ર કાગળનો ટુકડો છે. અમે અંધ નથી ! અમને બધું દેખાય છે. આના પર મુકુલ રોહતગીએ કહ્યું કે લોકો ભૂલો કરે છે, તો સુપ્રીમ કોર્ટે કહ્યું પછી જેઓ ભૂલ કરે છે તેમને ભોગવવું પણ પડે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આ ત્રણ ડ્રગ્સ લાયસન્સિંગ અધિકારીઓને હવે સસ્પેન્ડ કરો. આ લોકો તમારા નાક નીચે દબદબો બનાવે છે. શું તમે આ સ્વીકારો છો ? આયુર્વેદ દવાઓનો બિઝનેસ કરતી જૂની કંપનીઓ પણ છે. કોર્ટની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે જાહેરાતનો હેતુ લોકોને આયુર્વેદિક દવાઓ સાથે જોડાયેલા રાખવાનો છે, જાણે વિશ્વમાં આયુર્વેદિક દવાઓ લાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે.’
અમને રિપોર્ટ આપો. જે 3 નોટિસો આપવામાં આવી હતી તે પછી શું કરવામાં આવ્યું ?ડ્રગ્સ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર મિથિલેશ કુમારને હિન્દીમાં ફટકાર લગાવતા કોર્ટે કહ્યું, ‘તમને શરમ આવવી જોઈએ.’ તમે કયા આધારે કહ્યું કે ગુનેગારોને ચેતવણી આપવામાં આવશે ? આ બાબતે તમે કયા કાનૂની વિભાગ અથવા એજન્સીની સલાહ લીધી? અમે હિન્દીમાં આનાથી વધુ સમજાવી શકતા નથી. તમારી સામે પગલાં કેમ ન લેવા જોઈએ? તમે પણ આમાં સંડોવાયેલા હતા એવું કેમ માનતા નથી?
તમે એક્ટમાં જોયા વગર ચેતવણીની વાત લખી હતી, એક્ટમાં બસની વાત ક્યાં છે? લોકો મરી જાય તમે વોર્નિંગ આપતા રહો. તમે બહુ નોકરી કરી લીધી, હવે ઘરે બેસો. તમને બુદ્ધિ નથી આવી.’ આ દરમિયાન એક વ્યક્તિએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે મારી માતાએ આ જાહેરાત પર વિશ્વાસ કર્યો હતો પરંતુ તેનાથી તેમને કોઈ ફાયદો થયો નથી. કોર્ટે તે અરજીને દસ હજાર રૂપિયાના દંડ સાથે ફગાવી દીધી હતી.
જસ્ટિસ કોહલીએ કહ્યું કે તમે કેવી રીતે કોર્ટમાં ઝંપલાવ્યું અને હેડલાઈન્સ બનાવવા માટે આવી અરજી દાખલ કરી? આ ખરાબ ઈરાદાથી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પક્ષકાર બનવાની માંગ કરનાર જયદીપ નિહારેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે અરજદારની અરજી સાંભળવા યોગ્ય નથી.
Patanjali’s misleading ads case: Supreme Court orders that all the officers who held posts as district Ayurvedic and Unani officers from 2018 till now shall file replies on actions taken by them.
— ANI (@ANI) April 10, 2024
કોર્ટે આદેશ આપ્યો છે કે 10,000 રૂપિયાનો દંડ એક સપ્તાહની અંદર એડવોકેટ વેલફેર ફંડમાં ચૂકવવો પડશે. કોર્ટે અરજીકર્તાને કહ્યું કે 2019માં તમારી માતાનું અવસાન થયું, તમે આટલા વર્ષોથી શું કરી રહ્યા હતા? જણાવી દઇએ કે, પતંજલિએ કોવિડ રસીકરણ અને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો. ત્યાં તેણે પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોનો ઇલાજ કરવાનો ખોટો દાવો કર્યો.
#UPDATE Patanjali’s misleading advertisements case: Senior advocate Mukul Rohatgi reads before a bench of Supreme Court Yoga guru Baba Ramdev’s affidavit saying he tenders unconditional and unqualified apology with regard to the issue of advertisement. https://t.co/YOeo5WIUR7 pic.twitter.com/6NPzfvW7Vu
— ANI (@ANI) April 10, 2024