ખબર

સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે મજૂરો પાસેથી ટ્રેન અને બસનું ભાડું ના લેવામાં આવે, રાજ્ય સરકાર ઉઠાવે ખર્ચ

દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાખો પરપ્રાંતીય મજૂરો ફસાઈ ગયા છે, ઘણા મજૂરો ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, તો કોઈ જે રીતે પહોંચી શકાય એ રીતે પોતાના વતન તરફ પહોંચવા લાગ્યા, સરકાર અને પ્રસાશન દ્વારા રેલવે અને બસ પણ શરૂ  કરવામાં આવી અને તેના દ્વારા પણ તે પોતાના વતનમાં પહોંચવા લાગ્યા, પરંતુ આ બાબતે રાજકારણ પણ ઘણું  ગરમાયુ હતું, મજૂરોનું ભાડું કોણ આપે તે અંગેના પ્રશ્નો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Image Source

આજે પ્રવાસી મજૂરોના મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે. શીર્ષ અદાલત દ્વારા આદેશ જાહેર કરી કહેવામાં આવ્યું છે કે મજૂરો પાસેથી ટ્રેન અને બસનું ભાડું ના લેવામાં આવે, રાજ્ય સરકાર ભાડું આપે, આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે “જે જ્યાં ફસાયેલું છે તેને ત્યાંની રાજ્ય સરકાર ભોજન આપે, તેમના સુધી જાણકારી પહોંચાડવામાં આવે કે ક્યાં મદદ ઉપલબ્ધ છે.”

Image Source

સુપ્રીમ કોર્ટ દ્વારા પગે ચાલીના પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તેમના વિષે 26 મી મે ના રોજ સંજ્ઞાન લીધું હતુંય અને આજે તેના વિશેની સુનાવણી હતી, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.