ખબર

અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલાનો હક્ક, ‘મંદિર વહીં બનેગા’ જાણો સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો

અયોધ્યામાં વિવાદીત સ્થળ પર માલિકી હક્કથી જોડાયેલા કેસમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 જ્જની ખંડપીઠ બેન્ચે આ ઐતિહાસિક મામલાનો ચુકાદો આપ્યો હતો. આ બેન્ચમાં જસ્ટિસ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ હતા. સવારે 10:30થી શરૂ થયેલા સુપ્રીમકોર્ટના ચુકાદાનો અંતે અંત આવ્યો. 1883થી શરૂ થયેલો વિવાદાસ્પદ જમીનનો ચુકાદો 2019માં આવ્યો છે. જેની દરેક ભારતીય કાગડોળે રાહ જોઈને બેઠા હતા.

આજે સવારથી જ મોટાભાગના લોકો ટીવી સામે જ રામ મંદિરના ચુકાદાનું પરિણામ જોવા બેઠા હતા. 40 મિનિટ સુધી સુપ્રીમકોર્ટ દ્વારા આ મામલાની સુનાવણી ચાલી અને અંતે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે બંને પક્ષમાં સંતુલન જાળવતા મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વિવાદિત જમીન રામલલ્લા ન્યાસને આપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકારને 3 સભ્યોનું ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ વિવાદાસ્પદ જમીનનો સ્વીકાર રામ જન્મભૂમિ તરીકે કર્યો છે. એ જગ્યા ઉપર મંદિર બનાવવા ઉપર કેન્દ્ર સરકારને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તો બીજી તરફ મુસ્લિમ પક્ષના વકીલે આ ચુકાદાને વધાવ્યો છે.

Image Source

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા વધારી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ચુકાદાને પગલે ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જોકે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. આ ખૂબ જ સંવેદનશીલ કેસને જોતા દેશભરમાં પોલીસ એલર્ટ પણ છે. આ સાથે જ આ વિવાદને લઇને આજે અનેક રાજ્યોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

Image Source

સુપ્રીમકોર્ટ દ્વારા આ નિર્ણય 16-17 નવેમ્બરના રોજ આપવામાં આવવાનો હતો પરંતુ ગઈકાલે રાત્રે જ અચાનક જ સુપ્રીમકોર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે આ નિર્ણય શનિવારે સવારે 10:30 કલાકે આપવામાં આવશે, જેની પાછળનું એક કારણ હતું કે જે અસામાજિકતત્વો આ સમય દરમિયાન કોઈ આગોતરા આયોજનમાં હોય તો તેમને કોઈપણ પ્રકારની તૈયારી કરવાનો મોકો ના મળે. જેના કારણે સુપ્રીમકોર્ટે એક દિવસ પહેલા જ ચુકાદાનો દિવસ અને સમય ભાર પાડ્યો હતો.


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.