વેલકમ કે ટોર્ચર ? BJP નેતા સાથે સ્વાગતના નામ પર આ શું કરી બેઠો સમર્થક ?

જ્યારે ફૂલોમાં ફસાઇ ગયા BJPના ઉમેદવાર, શ્વાસ લેવાનું પણ થયુ મુશ્કેલ, સ્વાગત જોઇ સોશિયલ મીડિયા પર રહી ગયુ હેરાન

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

એમપીમાં ચૂંટણીનું સાયરન વાગી ગયું છે. 17 નવેમ્બરે મતદાન થશે અને 3જી ડિસેમ્બરે કોંગ્રેસ અને ભાજપ બેમાંથી કોણ સત્તા પર આવશે તે નક્કી થશે. ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે, તો ઉમેદવારોએ પણ જનતાને મળવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણીની આ મોસમમાં જનતા પણ તેમની વચ્ચે નેતાઓને લઈને ખૂબ જ ખુશ છે.

અનેક જગ્યાએ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ઘણી એવી વસ્તુઓ જોવા મળી રહી છે જે આશ્ચર્યજનક છે. ત્યારે ઈન્દોરથી એક વીડિયો વાયરલ થયો છે. અહીં વોર્ડ નંબર 5 વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મહેન્દ્ર હાર્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તા કેટલા ખુશ હતા ? વાયરલ થયેલા વિડિયોને જોઈને આનો અંદાજ લગાવી શકાય છે.

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે કાર્યકરોની આ લાગણીએ મહેન્દ્ર હાર્ડિયાને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. વાયરલ વીડિયોમાં ઉમેદવાર ખુરશી પર બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં ઈન્દોરનો એક વ્યક્તિ પણ દેખાય છે, જે પોતાને ગોલ્ડ મેન કહે છે. તે તેમનું સ્વાગત કરતો જોઈ શકાય છે. ગોલ્ડ મેન અટક્યા વિના એક પછી એક હાર પહેરાવે છે.

જો તમે વીડિયો જોશો તો એક ક્ષણ એવી આવે છે કે જ્યાં મહેન્દ્ર હાર્ડિયા પર એટલી બધી ફૂલોની માળા દેખાય છે કે જોઇને લાગી રહ્યુ છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યૂઝર્સ તો આ જોઇ હેરાન રહી ગયા હતા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina