આપણે સૌ જાણીએ છીએ કે, લોકો જિંદગીમાં એવી તો કોઈને કોઈ વસ્તુ હોય છે જેનાથી ડરે છે. જેના કારણે અંધવિશ્વાસનો સહારો લે છે. લોકોને લાગે છે કે, અંધવિશ્વાસથી જીવનમાં નેગેટિવિટી ખતમ થઇ જાય છે. ડર ફક્ત સામાન્ય નાગરિકને જ નથી લાગતો પરંતુ બોલીવુડના સિતારાઓના મનમાં પણ કોઈને કોઈ ડર હોય છે. તે સમયે બૉલીવુડ સિતારાઓ અંધ વિશ્વાસનો સહારો લે છે. ચાલો જાણીએ બૉલીવુડ સિતારાઓ વિષે જે જિંદગીમાં તેનું ધાર્યું કામ કરાવવા માટે અંધવિશ્વાસનો સહારો લે છે.
1.એકતા કપૂર

એકતા કપૂર તેના કામથી જોડાયેલા તમામ બાબતોમાં જ્યોતિષનો અભિપ્રાય જરૂર લે છે. ભલે તે શૂટિંગની તારીખ હોય, શૂટિંગનું સ્થળ હોય કે આંગળીની વીંટી હોય. એકતા કપૂર હંમેશા તેની બધી આંગળીઓમાં વીંટી પહેરે છે.
2.અમિતાભ બચ્ચન

આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનનું નામ આવે છે. બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન તેની ગાડીઓને ખરાબ નજરથી બચાવવા માટે હંમેશા ગાડીઓના નંબરમાં 2 હોય છે. અમિતાભ બચ્ચની ગાડીના નંબરમાં 2 જરૂર જોવા મળશે.
3.સલમાન ખાન

બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાનને પણ અંધશ્રદ્ધા પર ખૂબ જ ભરોસો કરે છે. ખરેખર, તેના હાથમાં એક બ્રેસલેટ છે જે તેને તેના પિતા સલીમે આપ્યું છે. સલમાન શૂટિંગ દરમિયાન પણ બ્રેસલેટ નથી કાઢતો. સલમાન ખાન આ બ્રેસલેટને પોતાના માટે ભાગ્યશાળી માને છે.
4.દીપિકા પાદુકોણ

ફિલ્મ પદ્માવતીની રિલીઝ પહેલા જ દીપિકા સિદ્ધિવિનાયક મંદિરમાં માથું ટેકવવા માટે પહોંચી હતી. ખરેખર, દીપિકા બાપાને ખૂબ જ માને છે. તેથી તે તેની દરેક ફિલ્મના રિલીઝ પહેલાં ચોક્કસપણે સિદ્ધિવિનાયક મંદિર જાય છે.
5.કેટરીના કૈફ

બોલીવુડમાં કેટરિના કૈફ લગભગ એક દાયકાથી એક્ટિવ છે. કેટરીનાની એક્ટિંગની સાથે-સાથે દરેક બાબતમાં પ્રશંસા મળી છે. ‘નમસ્તે લંડન’ ના પ્રમોશન દરમિયાન કેટરિના અજમેર શરીફની દરગાહ ગઈ હતી. જ્યાં તેના કપડાને લઈને ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. આ બાદ કેટરિના તેની દરેક ફિલ્મના રિલીઝ પહેલા અજમેર શરીફ દરગાહ જઈને દુઆ માંગે છે.