આ તે કેવી અંધશ્રદ્ધા !! ભુવાના કહેવાથી 24 દિવસના માસુમના પેટ પર જનેતાએ જ આપ્યા ડામ, તબિયત લથડતા જ થયું મોત, રાજકોટની રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Superstition took innocent lives in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. અંધશ્રદ્ધાને કારણે જ ઘણા લોકો એવા છેતરાઈ જતા હોય છે કે લાખો હજારો રૂપિયા પણ ધૂતારો તેમની પાસેથી લૂંટી લેતો હોય છે. તો ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં અંધશ્રદ્ધાના કારણે જ કોઈનો જીવ પણ ચાલ્યો જતો હોય છે, ત્યારે હાલ રાજકોટમાંથી એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં એક 24 દિવસના બાળકનો અંધશ્રદ્ધાના કારણે જીવ ચાલ્યો ગયો છે.
24 દિવસના માસુમનો ગયો અંધશ્રદ્ધામાં જીવ :
આ મામલે મળી રહેલી માહિતી અનુસાર રાજકોટના જેતપુર શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માતાએ અંધશ્રદ્ધામાં આવીને ભુવાની સલાહથી પોતાની 24 દિવસના માસુમને પેટ પર ડામ આપતા તેની તબિયત લથડી હતી. જેને લઈને બાળક એક અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યું હતું. પરંતુ ગતરોજ સારવાર દરમિયાન જ બાળકનું મોત નીપજ્યું હતું. તો આ મામલે બાળકના પિતાનું કહેવું છે કે અગરબત્તી પડી જવાના કારણે બાળકનું મોત નીપજ્યું છે.
શ્વાસ લેવામાં તકલીફ થતા ભુવાની લીધી સલાહ :
તેના પિતાએ એમ પણ જણાવ્યું કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી જેના કારણે તેમને માનતા રાખી હતી અને આ દરમિયાન આરતી પણ ઉતારતા હતા. બાળકના પિતાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો. ત્યારે હાલ એજ સામે આવી રહ્યું છે કે અંધશ્રદ્ધાના કારણે જ માસુમ બાળક મોતને ભેટ્યો હોવાનું સામે આવી રહ્યું છે. 24 દિવસ પહેલા જ આ પરપ્રાંતીય પરિવારમાં એક બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મ બાદ તેની માતા ગુડ્ડીબેનને ધાવણ ના આવતું હોવાના કારણે બાળક સતત રડ્યા કરતું હતું.
માતાએ જ આપ્યા પેટ પર ડામ :
જેના કારણે આ દંપતીએ મધ્યપ્રદેશના એક ભુવાને ફોન કરીને બાળકને શાંત રાખવા માટેની સલાહ માંગી હતી. ત્યારે ભુવાએ બાળકને શાંત રાખવાનો ઉપાય જણાવતા બાળકને પેટના ભાગે અગરબત્તીના ડામ આપશો તો શાંત થઇ જશે એવું કહેવામાં આવ્યું,. જેના કારણે માતાએ જ બાળકને ડામ આપ્યો અને પછી તેની તબિયત લથડતા જ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન જ બાળકે દમ તોડી દીધો.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં