પ્રાઇવેટ જેટથી લઇને 100 કરોડ રૂપિયા સુધીના ઘરના માલિક છે અલ્લૂ અર્જુન, આવી છે અભિનેતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ

સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ પાર્ટ 1 ગયા વર્ષે જ રીલિઝ થઇ છે. અલ્લુ અર્જુને ફરી એકવાર તેના જોરદાર અભિનય અને આકર્ષક એક્શનથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. સાઉથ સિનેમાનું નામ આવતા જ લોકોના મગજમાં અલ્લુ અર્જુનનું નામ આવી જ ગયું હશે. અલ્લુની એક્ટિંગ શાનદાર છે પણ તેની સ્ટાઇલ પણ અદ્દભુત છે. વર્ષ 2016માં, અલ્લુ અર્જુન સાઉથ સિનેમાનો એકમાત્ર એવો અભિનેતા હતો જેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો.

અલ્લુ અર્જુન તેની ફિલ્મોથી કરોડોની કમાણી કરે છે. તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર અને વધુ ફીસ લેનાર કલાકારોમાંનો એક છે. તેની જીવનશૈલી પણ કોઈ રાજા મહારાજાથી ઓછી નથી. અલ્લૂ અર્જુન પાસે આલીશાન ઘર અને કરોડોની કિંમતોની કાર તેમજ પ્રાઇવેટ જેટ અને શાનદાર વેનિટી વેન છે . ચાલો જાણીએ અલ્લુ અર્જુનની નેટવર્થ, આવક અને કાર કલેક્શન વિશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુનની વાર્ષિક આવક 32 કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ 350 કરોડ રૂપિયાજેટલી છે. અલ્લુ અર્જુન એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા લે છે. પરંતુ અભિનેતાએ તેની ફિલ્મ વૈકુંઠપુરમલ્લોન માટે 25 કરોડ લીધા હતા. આ સિવાય અલ્લુ અર્જુન એક એડના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અલ્લુ અર્જુન હૈદરાબાદમાં એક આલીશાન બંગલામાં રહે છે. આ અભિનેતાના બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

અલ્લુએ આ ડ્રીમ હાઉસનું ઇન્ટિરિયર પ્રખ્યાત ડિઝાઇનર્સ આમિર અને હામિદ દ્વારા ડિઝાઇન કરાવ્યુ છે. ઘર સિવાય અલ્લુ અર્જુનની ઓફિસ પણ છે. આ સાથે અભિનેતા એક નાઈટ ક્લબનો માલિક પણ છે. અલ્લુ અર્જુન પાસે ભારતની સૌથી મોંઘી વેનિટી વેન છે. અલ્લુ અર્જુને આ વેનિટી વેન 2019માં ખરીદી હતી, જેને તેણે ફાલ્કન નામ આપ્યું હતું. આ વેનિટી વેન બહારથી એટલી જ સુંદર લાગે છે જેટલી અંદરથી લક્ઝુરિયસ છે. જેની તસવીરો જોઈને તમારી આંખો ફાટી જશે. વેનિટી વાન એકદમ વિશાળ છે જે તેની સૌથી મોટી ખાસિયત છે. આ સિવાય વેનિટીમાં હાઈટેક એલઈડી લાઈટો લગાવવામાં આવી છે જેથી લાઇટની બિલકુલ કમી ન રહે.

પુષ્પાઃ ધ રાઇઝની સફળતા બાદ અલ્લુ અર્જુન સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી ગ્લોબલ સ્ટાર બની ગયો છે. પુષ્પાએ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે અને તેના ગીતો આખી દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુને આ સુપરહિટ ફિલ્મ માટે મોટી રકમ વસૂલ કરી છે. અભિનેતા પાસે પોતાનું ખાનગી જેટ છે. ફેમિલી હોલિડેની ઘણી તસવીરોમાં અભિનેતાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.

અલ્લૂ અર્જુનના અંગત જીવનની વાત કરીએ તો તેણે સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નનો ખર્ચ લગભગ 90 કરોડ હોવાનું માનવામાં આવે છે. અલ્લુને લક્ઝરી કારનો ઘણો શોખ છે. તેની પાસે હમર H2, રેન્જ રોવર વોગ, જગુઆર XJL, Volvo XC90 T8 એક્સેલન્સ જેવી કરોડોની કિંમતની કાર છે. એવી અફવાઓ હાલ ચાલી રહી છ કે ગ્લોબલ સ્ટાર બની ગયેલા અલ્લુ અર્જુન બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

Shah Jina