Omicron સામે લડવાની શક્તિ આપે છે આ 8 સુપરફૂડ

કોરોનાના કહેર વચ્ચે તેના નવા વેરિએન્ટે લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. ઘણા રાજ્યોમાં તેના કારણે કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. શાળા કોલેજો બંધ કરવાની ફરજ પડી રહી છે ઉપરાંત નાઈટ કર્ફ્યૂ પણ લંબાવવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 1500થી વધુ ઓમિક્રોનના કેસ આવી ચુક્યા છે. એવામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની સાથે સાથે કેટલાક હેલ્ધી ફૂડ ખાવા પણ લોકો માટે જરૂરી છે. તો આવો જાણીએ ઓમિક્રોન સામે લડવામાં ક્યાં ક્યાં ફૂડ કારગર છે.

1.ઘી : ભારતીય રસોઈમાં વર્ષોથી ઘીનું મહત્વ રહ્યું છે. નિષ્ણાતોના મતે ઘી સરળતાથી પચી જનાર ફેટ છે. ઘી શિયાળામાં તમારા શરીરને ગરમ રાખે છે અને એનર્જી પણ આપે છે. નબળી પડી ગયેલી રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘી મહત્વનો ભાગ ભજવે છે. તેથી મહામારીના આ સમયગાળા દરમિયાન ઘીનું સેવન કરવું હિતાવહ છે.

2.શક્કરિયા : આમ તો દરેક કંદમુળ શરીર માટે ફાયદા કારક હોય છે. પરંતુ તેમાય શક્કરિયાની વાત કઈક અલગ છે શક્કરિયામાં પોટિશિયમ, વિટામિન-એ અને અન્ય ઘણા પોષક તત્વો હાજર રહેલા હોય છે. તેનાથી આપણા શરીર બનતા કબ્ઝ સામે લડવાની શક્તિ મળે છે. જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય તેમણે શક્કરિયા અવશ્ય ખાવા જોઈએ. કોરોના મહામારીમાં શરીરને મજબૂત રાખવા શક્કરિયા મહત્વનો ભાગ ભજવે છે.

3.ખજુર : શિયાળાની શરૂઆત થતા જ આપણા ઘરમાં ખજુરનું આગમન થઈ જાય છે. દરેક લોકો આ સમયે તેને વિવિધ વાનગીના સ્વરૂપમાં ખવાય છે. તેમા વિટામિન, ફાઈબર અને મિનરલની ભરપુર માત્ર હોય છે. તેથી આપણા શરીરને તાકાત આપવામાં તે મદદરૂપ થાય છે. ખજુરમાં જોવા મળતુ કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ખજુરનું સેવન અવશ્ય કરવું જોઈએ.

4.આંબળા : આંબળાને અમૃત સમાન ગણવામાં આવે છે. તેમા જોવા મળતુ ‘વિટામિન સી’ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. શિયાળામાં આંબળાનું સેવન આપણને અનેક રોગોથી દૂર રાખે છે. આંબળાને મુરબ્બા કે જ્યૂસના રૂપમાં લઈ શકો છો. રોજ એક આંબળુ ખાવાથી તમારા શરીરમાં એનર્જી બની રહે છે.

5.ગોળ : દરેક ભારતીય રસોડામાં ગોળ અવશ્ય જોવા મળે છે પહેલાના જમાનામાં લોકો ખાંડનો ઉપયોગ નહિવત કરતા હતા તેની જગ્યાએ ગોળનો ઉપયોગ કરતા હતા. આયુર્વેદના મતે ગોળનો ઉપયોગ ‘કાવા’ના સ્વરુપે કરવામાં આવે તો શરીરની ઈમ્યુનિટી વધે છે. શિયાળામાં શરદી ઉધરસમાં રાહત મળે છે. તેમા જોવા મળતા ઝિંક, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સેલેનિયમ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેથી તમારા જમવામાં ગોળને અવશ્ય સામેલ કરો.

6.બાજરી : આપણા પૂર્વજો ઘઉ કરતા બાજરાને વધારે ગુણકારી માનતા હતા. તેમા ન્યૂટ્રિએન્ટ્સ,વિટામિન,મિનરલ અને ફાઈબર હોય છે જે શરીરને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તે પચવામાં પણ સારા હોય છે. નિષ્ણાતોના મતે તેમા હાજર વિટામીન-બી માંસપેશિયોને મજબૂત બનાવે છે. શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે બાજરાનું સેવન કરવુ જોઈએ.

7.ખાટા ફળો : આપણે જાણીએ જ છીએ કે ખાટા ફળોમાં એનર્જીનો ભંડાર રહેલો હોય છે. જેમા સંતરા, મોસંબી અને લીંબુનું સેવન શરીર માટે ખુભ લાભકારી ગણવામાં આવે છે. તેમા જોવા મળતુ ‘વિટામીન સી’ શરીરની  એનર્જી પુરી પાડે છે. રોગોથી બચવા શિયાળામાં ખાટા ફળો અવશ્ય ખાવા જોઈએ.

8.આદુ : ઓષધિય રીતે આદુ ખુબ ગુણકારી છે. તેમા જોવા મળતા ઓક્સીડેટિવ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ ગળામાં રહેલી ખારાશને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. આદુ કાર્ડિયોવસ્ક્યુલર રોગ, કેંસર, અપચો જેવી સમસ્યાથી છૂટકારો મેળવામાં મદદ કરે છે.

YC