સુપર ફૂડ મખાના: ખેતી કરીને લાખો કમાઈ રહ્યા છે ખેડૂત,સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદેમંદ

આ મામૂલી વસ્તુની ખેતી કરીને લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે, વાંચો તમે પણ..નવો આઈડિયા આવશે

મખાનાને સુપરફુડ પણ માનવામાં આવે છે. તેનું એક કારણ એ પણ છે કે મખાનાને ઉગાડવા માટે કોઈપણ પ્રકારના કિટનાશક કે ખાતરનો ઉપીયોગ કરવામાં નથી આવતો, જેને લીધે તેને ઓર્ગેનિક ફૂડ પણ કહેવામાં આવે છે. મખાના પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ વગેરે જેવા પદાર્થોનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે જેને લીધે તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે.

મખાનાની ખેતી:
દેશમાં 20,000 હેકટર જેટલા ક્ષેત્રમાં મખાનાની ખેતી થાય છે જેમાંની 80% જેટલી ખેતી માત્ર બિહારમાં જ થાય છે. એવા વિસ્તારો કે જ્યાં પૂરને લીધે પાક નષ્ટ થઇ હતો હતો ત્યાં પણ ખેડૂતો મખાનાની ખેતી કરીને ખુબ પૈસા કમાઈ રહ્યા છે.

મખાનાના છોડ પાણીના સ્તરની સાથે વધે છે, તેના પાન પાણીના ઉપરના સ્તર પર ફેલાતા રહે છે, જેના પછી જ્યારે પાણી ઘટવા લાગે છે ત્યારે તે જમીનના સ્તર પર ફેલાઈ જાય છે. જેના પછી ખેડૂત પાકને એકઠો કરી તેને પાણીની બહાર કાઢે છે, આ બધી પ્રક્રિયાઓમાં ખેડૂતને ખૂબ સાવધાની રાખવી પડે છે.

Image Source

બિહારના દરભંગાના મજૂરોની માંગ મખાનાની ખેતી માટે ખુબ જ હોય છે કેમ કે તેઓ ‘ગોરીયા’ એક્સપર્ટ હોય છે. ગોરીયા મખાનાની ખેતી માટે તૈયાર થયેલા કાચા માલને કહેવામાં આવે છે. તેના લાવાને કાઢવું માત્ર એક્સપર્ટ જ કરી શકે છે, જેના માટે દરભંગાના મજૂરો બેસ્ટ માનવામાં આવે છે.

બિહારના સિવાય પશ્ચિમ બંગાળ, ઓડિશા, અસમ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં પણ મોટાપાયે મખાનાની ખેતી થાય છે.

Image Source

બિહારના દરભંગામાં રાષ્ટ્રીય મખાનાના શોધ કેન્દ્રની સ્થાપના વર્ષ 2002 માં થઇ હતી. તે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના અંર્તગત કાર્ય કરે છે. મખાનાના નિર્યાતથી દેશને દરેક વર્ષે 22 થી 25 કરોડની વિદેશી મુદ્રા પ્રાપ્ત થાય છે.

Image Source

મખાના સ્વાથ્ય માટે ખુબ લાભકાયક માનવામાં આવે છે. મખાના હૃદય માટે ખુબ જ કારગર છે અને તે સાંધાને પણ મજબૂત બનાવે છે. મખાનામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે પાચન ક્રિયાને સુધારે છે અને કિડની માટે પણ મખાના ખુબ લાભદાયી માનવામાં આવે છે.

Krishna Patel