વાહ દિલ હોય તો આવું… જુઓ થેલી પકડીને રસ્તે ચાલી રહેલા કાકાને સુપર કાર આગળ ફોટો પડાવવાનું મન થયું, પછી કારના માલિકે જે કર્યું તે દિલ જીતી લેશે… જુઓ વીડિયો
Supercar Man Wins Heart : પોતાની એક કાર હોવી દરેક વ્યક્તિનું સપનું હોય છે અને આ સપનું પૂર કરવા માટે દરેક વ્યક્તિ મહેનત પણ કરતું હોય છે. ત્યારે જો કોઈ લક્ઝુરિયસ કે સુપર કાર રસ્તામાં દેખાઈ જાય તો કોઈને ના તેની સાથે સેલ્ફી લેવાનું મન ચોક્કસ થઇ જાય. રસ્તા પર લક્ઝરી વાહનો અને સુપરકાર જોઈને આપણું માથું ઘૂમી જાય છે. તેમનો સુમધુર અવાજ અને અદ્ભુત દેખાવ જોઈને હૃદયમાં ઈચ્છા જાગે છે કે આવા વાહનોમાં આપણે ક્યારે મુસાફરી કરી શકીશું!
રોડ પર પાર્ક કરેલી સુપરકાર સાથે ફોટો ક્લિક કરવા ગયા કાકા :
ત્યારે હાલ એક વીડિયોને લોકોના દિલ જીતી લીધા છે. વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલમાં, આપણે એક સુપરકારને રસ્તાના કિનારે પાર્ક કરેલી જોઈ શકીએ છીએ. એક કાકા થેલી લઈને પસાર થઈ રહ્યા હતા. ચાલતી વખતે તે કારનો ફોટો પાડવાનો પ્રયાસ કરે છે. કારનો માલિક તેમને આવું કરતા જુએ છે. આવી સ્થિતિમાં, તે કાકા પાસે જાય છે અને તેમને સંકેત આપે છે કે તમે જાઓ અને કાર પાસે ઉભા રહો હું તમારો ફોટો લઈશ. પછી શું… વ્યક્તિ તેના ફોનમાંથી કાકાનો સુંદર ફોટો કેપ્ચર કરે છે.
કાર માલિકે દિલ જીત્યા :
આ પછી કાકા તેમની બેગ લઈને ખુશીથી ત્યાંથી નીકળી જાય છે. આ દ્રશ્ય સોશિયલ મીડિયાના લોકોના દિલ જીતી રહ્યું છે. આ વિડિયો @aamirsharma (આમીર શર્મા) નામના યુઝરે 9 સપ્ટેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું – કેટલીકવાર લોકો સુપરકાર સાથે તસવીરો ખેંચવામાં શરમ અનુભવે છે, હું સુપરકાર સાથે તસવીર લેવાનો પૂરો પ્રયાસ કરું છું. લોકો આ રીલને ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
કરોડો લોકોએ જોયો વીડિયો :
આ જ કારણ છે કે વીડિયોને અત્યાર સુધીમાં 45 લાખ લાઈક્સ અને 41.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. તેમજ હજારો લોકોએ કમેન્ટ કરી છે. જ્યારે મોટાભાગના યુઝર્સે કારના માલિકના વખાણ કર્યા છે, ત્યારે એક વ્યક્તિએ લખ્યું – ભલે તે થોડીક સેકન્ડ માટે હોય, અમે કેમેરાની સામે સારા દેખાવાનો ડોળ કરીએ છીએ! એક વ્યક્તિએ લખ્યું – મારા હૃદયને ખુશ કરી દીધું. બીજાએ કહ્યું કે ભાઈ તમે દિલના અમીર છો.