ખબર

ઓ…બાપરે ભારતમાં અહીંયા એક જ વ્યક્તિને લીધે 116 લોકોને લગાડ્યો કોરોનાનો ચેપ પછી જે થયું

આપણે સૌ જાણીએ છીએ કે, કોરોનાના કેસમાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. કોરોનાથી લાખો લોકો સંક્રમિત થયા છે. કોરોના કેટલો ચેપી છે તેનો ચોંકાવનારો મામલો હાલમાં સામે આવ્યો છે.

Image Source

આંધ્રના ઈસ્ટ ગોદાવરી જિલ્લાના ગોલ્લાલા મામિનાડા ગામમાં એક જ વ્યક્તિથી 116 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તો દેશમાં સૌથી વધુ પોઝિટિવ કેસો ધરાવતું ગામ બની ગયું છે.

Image Source

ગોલ્લાલા મામિનાડા આ ગામમાં 116 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 20 મેના રોજ ગામના 53 વર્ષીય એક શખ્સનું સરકારી હોસ્પિટલમાં કોરોનાથી અવસાન થયું હતું. મૃતક હોટેલમાં કામ કરવાની સાથે ફોટોગ્રાફર પણ હોવાનું સામે આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, કામકાજને કારણે તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. તેના લીધે જ તેમના ગામ ઉપરાંત આસપાસના 150 જેટલા લોકોને ચેપ લાગી ગયો.

Image source

મૃતક સ્થાનિક સંસ્થા દ્વારા યોજાયેલા માસ્ક વિતરણ કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. પરંતુ તેને તેમને ખરેખર ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવાની કામગીરી હાલ ચાલુ છે. તેમનું મૃત્યુ થયું તે જ સમયગાળામાં તેમના દીકરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેવામાં કોણે કોને ચેપ લગાડ્યો તેનો પણ ગૂંચવાડો ઉભો થયો છે.

Image Source

હાલ તો તેમના ગામને રેડ ઝોન જાહેર કરીને સરકાર દ્વારા ત્યાં સ્પેશિયલ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. મૃતક મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવ્યા અને તેમણે 116 લોકોને ચેપ લગાડ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ગામમાં હજુ પણ તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમના ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.