માતાનો પ્રેમ તો જુઓ, બંને હાથ ના હોવા છતાં પણ પોતાના બાળકની એવી રીતે રાખે છે દેખરેખ કે જોઈને તમારી આંખો પણ છલકાઈ ઉઠશે, જુઓ વીડિયો

મા એક એવી વ્યક્તિ છે જે પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરે છે, દરેક માતા પોતાના સંતાન માટે દુનિયાની કોઈપણ તાકાત સામે લડવાની તાકાત ધરાવે છે એટલે જ માતાનું સ્થાન ઈશ્વર કરતા પણ વિશેષ છે. માતૃપ્રેમના ઘણા બધા વીડિયો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમારી આંખો પણ ચોક્કસથી છલકાઈ ઉઠશે.

થોડા દિવસ પહેલા જ મધર્સ ડે ગયો અને આ મધર્સ ડે ઉપર સોશિયલ મીડિયામાં માતા સાથે જડોયાયેલી  ઘટનાઓ સામે આવતી જોવા મળી હતી. ત્યારે હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક વિકલાંગ મહિલા અનેક પડકારો વચ્ચે પણ પોતાના બાળકની સારી રીતે સંભાળ રાખે છે. વીડિયોમાં બેલ્જિયન કલાકાર સારાહ તાલબી બતાવવામાં આવી છે, જેનો જન્મ હાથ વગર થયો હતો. મહિલાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો આ વિડીયો હજુ પણ વાયરલ થઇ રહ્યો છે.

સારા તાલબીએ તેના સબ્સ્ક્રાઇબર્સને બતાવ્યું કે તે કેવી રીતે હાથ વિના તેની બાળકીની સંભાળ રાખે છે. તે હજી પણ તેના જીવન વિશે નિયમિત અપડેટ્સ આપે છે, તે કેવી રીતે રોજિંદા ઘરના કામ કરે છે અને બાળકી સાથે સંકળાયેલી રહે છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ મધર્સ ડે પર ટ્વિટર પર ફરીથી શેર કર્યો હતો. અધિકારીએ લખ્યું, ‘સાચું જ કહેવાય છે કે, માતાથી મોટો કોઈ યોદ્ધા નથી. #MothersDay પર, તમામ માતાઓને ખૂબ ખૂબ અભિનંદન જેમણે તેમનામાં પ્રેમ, પ્રેરણા અને મૂલ્યોનું સિંચન કરીને તેમને સક્ષમ બનાવ્યા.

આ વીડિયોને ટ્વિટર પર એક લાખ 50 હજારથી વધુ વ્યૂઝ અને 11 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે, જેમાં સેંકડો લોકોએ પોતાના બાળકની સંભાળ રાખવા બદલ અને હાથ વિના પોતાની જાતને આટલી સારી રીતે સંભાળવા બદલ વીર માતાને બિરદાવી હતી. એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે બાળક પોતે તેને પહેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપણે ત્યાં તો કપડાં ઉતારીને નાખી દે છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Niraj Patel