મનોરંજન

Super Dancer 3માં શિલ્પા શેટ્ટીએ ચુમ્યા બાળકીના પગ, જાણો આનું કારણ

ટેલિવિઝન પર આવતી સોની ચેનલ પર આવતો ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર – 3માં જજની ભૂમિકામાં આવતી બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને રૂપસા બતબ્યાલનું પરફોર્મન્સ એટલું પસંદ આવ્યું કે તેને આ છોકરીના પગ ચૂમી લીધા હતા. શિલ્પા શેટ્ટીની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

Image Source

કોલકાતાની આ પ્રતિસ્પર્ધી રૂપસા બતબ્યાલ સ્ટેજ પર જયારે પણ આવે ત્યારે પોતાના ડાન્સ પરફોર્મન્સથી દરેકનું દિલ જીતી લેતી હોય છે ત્યારે આ શોના જજ શિલ્પા શેટ્ટી, અનુરાગ બાસુ અને ગીતા કપૂર રૂપસાના વખાણ બે મોઢે કરતા રહે છે. ત્યારે રૂપસાના પરફોર્મર્સથી ખુશ થઈને શિલ્પાએ શેટ્ટીએ તેના પગ ચૂમી લીધા હતા. આ જોઈને દર્શકો પણ ખુશ થઇ ગયા હતા.


જો કે આ બાળકીના પગ ચૂમતા શિલ્પા શેટ્ટીની વાયરલ થઇ રહેલી તસ્વીરને લોકો ખૂબ જ ટ્રોલ પણ કરી રહયા છે. આ તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે શિલ્પા પોતાના ખોળામાં રૂપસાના પગ લઈને ચૂમી રહી છે. જો કે સોશિયલ મીડિયા યુઝર્સ શિલ્પાને તેના આવા વર્તન માટે ટ્રોલ કરી રહયા છે. લોકોને લાગી રહ્યું છે કે આ એક પબ્લિસિટી સ્ટન્ટ જ છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ તસ્વીર પર કોમેન્ટ કરી છે કે શિલ્પા ડ્રામા ક્વીન છે, તો કોઈએ લખ્યું છે કે શિલ્પા ઓવર એક્ટિંગ કરી રહી છે. કોઈએ એવી કોમેન્ટ પણ કરી છે કે તેને ઇન્ડિયન ટેલિવિઝન શો પર શરમ આવી રહી છે.

ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર – 3ના ફિનાલેમાં શિલ્પાએ શેટ્ટીએ ભરતનાટ્યમ પરફોર્મન્સ આપ્યું હતું. જેનો વિડીયો શેર કરીને શિલ્પાએ લખ્યું હતું, ‘હું એ અવતારમાં છું જ્યાંથી શરૂઆત કરી હતી. ભરતનાટ્યમ મેં 30 વર્ષ પછી કર્યું છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks