ક્યારેય જોઈ છે સનરૂફ વાળી રીક્ષા ? સોશિયલ મીડિયામાં વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જોઈને લોકોના પણ ઉડી રહ્યા છે હોંશ, તમે પણ જુઓ

આજકાલ તમને મોટાભાગના ઘરની અંદર કાર જોવા મળી જતી હશે. તમે બહાર નીકળો ત્યારે રોડ પર તમને અલગ અલગ પ્રકારની કાર જોવા મળે છે અને આ કારમાં એટલી બધી ફેસિલિટી હોય છે કે દરેક વ્યક્તિને મન થાય કે આવી જ કાર આપણે પણ વસાવી લેવી. સનરૂફ કારમાંથી તમે ઘણા લોકોને માથું બહાર કાઢીને ઉભેલા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય સનરૂફ રીક્ષા જોઈ છે ?

મનમાં સવાલ થાય કે સનરૂફ વાળી રીક્ષા ક્યાં વળી હોવાની ? ત્યારે હાલ ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સનરૂફ વાળી રીક્ષા જોવા મળી રહી છે. સનરૂફવાળી ઓટો રિક્ષા ચેન્નાઈના રસ્તાઓ પર દોડતી જોવા મળી હતી. સનરૂફ સાથેની આ ઓટો રિક્ષાની તસવીર Reddit પરના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી છે, જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આને શેર કરતા યુઝરે લખ્યું, ‘હું જે ઓટોમાં મુસાફરી કરી રહ્યો છું તેમાં સન રૂફ છે’

હવે આ તસવીર ખૂબ વાયરલ થઈ છે. આ અંગે લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘કોઠી બાંગ્લા ઓટો’, જ્યારે કેટલાક અન્ય યુઝર્સે ચેન્નાઈમાં સનરૂફ ઓટોને પણ અર્થહીન ગણાવી છે. જો કે, તસવીરમાં જોઈ શકાય છે કે એક ઓટો ડ્રાઈવર ઓટો ચલાવી રહ્યો છે. તે તેની છત પરથી બરાબર દેખાય છે.

તો ઇન્ટરનેટ પર સનરૂફ વાળી રીક્ષાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સનરૂફ વાળી રીક્ષા બતાવતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં એક વ્યક્તિ ચાલુ કારમાંથી સનરૂફ વાળી રીક્ષા વીડિયોમાં બતાવી રહ્યો છે જેના પર એક ભાઈ સનરૂફમાંથી બહાર જોઈ શકાય છે.

Niraj Patel