બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોની લાંબા સમય બાદ મોટા પડદા પર નજરે આવી છે. ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં પંજાબી ફિલ્મ ‘અર્જુન પટિયાલા’ રિલીઝ થઇ છે. સની લિયોની ઘણા સમયથી મોટા પડદા પર સક્રિય ના હતી. તે નાના પડદા પર જ ઘણી વ્યસ્ત હતી. ત્યારે આ ફિલ્મ રિલીઝ થતા સનીની એક નાની ભૂલને કારણે દિલ્હીમાં રહેતા એક યુવાનનું જીવવાનું મુશ્કેલ થઇ ગયું છે.
સની લિયોની ફિલ્મ ‘ અર્જુન પટિયાલા’ ગયા અઠવાડિયે જ રિલીઝ થઇ છે. ત્યારે સની ફિલ્મના એક ડાયલોગમાં એક નંબર બોલે છે. નંબર બોલ્યા બાદ ફિલ્મની આખી કાસ્ટને ખબર ના હતી કે નંબર કોનો છે? અને જો આ નંબર ચાલુ હશે તો તેના પર શું ગુજરશે ? સની ડાયલોગમાં જે નંબર બોલી છે તે નંબર પુનિત અગ્રવાલનો છે. પુનિત દિલ્હીના મૌર્યા એન્કલેવ વિસ્તારમાં રહે છે. તે એક પ્રાઇવેટ કંપનીમાં સિનિયર એક્ઝ્યુકિટિવ છે. પુનિત અગ્રવાલને છેલ્લા 2 દિવસથી દિવસ દરમિયાન 100 થયો 125 અશ્લીલ કોલ અને મેસેજ આવે છે.
પુનિતે અગ્રવાલે આ બાબતે જણાવ્યું હતું કે, જયારે તે કોઈને પુછે છે કે નંબર ક્યાંથી મળ્યો ત્યારે તેને એક જ જવાબ મળે છે કે ફિલ્મમાં સની લિયોની આ નંબર બોલે છે.’ ફોન કરવાવાળા બધા જ લોકો સની લિયોનીને મળવાની વાત કરે છે. પુનિતે બધા લોકોને કહેવું પડે છે કે આ નંબર સની લિયોનીનો નથી તેનો છે.
ફોનથી કંટાળી પુનિત રવિવારે રાતેમૌર્યા એન્કલેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં લખ્યું હતું હતું કે, સની લિયોની ફિલ્મમાં જે નંબર બોલે છે. તે નંબર તેનો છે. અને કોઈન્યૂ પૂછ્યા વગર ફિલ્મમાં નંબરનો ઉપયોગ કરી ના શકાય. ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે અર્જુન પટિયાલા ફિલ્મ રિલીઝ થયા બાદ તેના ઉપર 300થી વધારે ફોન અને મેસેજ આવી ગયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.