32 ડિગ્રી સેલ્સિયસ ગરમી જોઇ માલદીવ પહોંચી 40 વર્ષની અભિનેત્રી, શેર કરી ગ્લેમરસ અને હોટ તસવીરો, વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

બોલિવૂડની સુંદર અને બોલ્ડ અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર બોલ્ડ અંદાજમાં ધૂમ મચાવીને દરેકનું દિલ જીતી રહી છે. અભિનેત્રીએ તેની ખૂબ જ બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે હોટ અવતારમાં જોવા મળી રહી છે. સની લિયોન ફરી એકવાર માલદીવમાં રજાઓ ગાળી રહી છે. તેની સ્ટાઇલ માલદીવના સુંદર લેન્ડસ્કેપ્સને વધુ સુંદર બનાવી રહી છે. જેના વીડિયો અને તસવીરો તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત શેર કરી રહી છે. આવો જ એક વીડિયો સની લિયોને શેર કર્યો છે, જેમાં હાથમાં કેમેરા પકડીને સની લિયોન જ્યાં વોટર સ્લાઈડ પર સરકી જાય છે ત્યાં બધે પાણી જ પાણી દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની લિયોનની આ સ્ટાઈલ તેના ચાહકોને પસંદ આવી રહી છે.આ વીડિયોમાં સની લિયોન માલદીવના એક વોટર પાર્કમાં જોવા મળી રહી છે. જ્યાં તે સેલ્ફી સ્ટિક વડે પોતાનો વીડિયો શૂટ કરી રહી છે. સની લિયોને આ વીડિયોને બ્લુ સ્લાઈડ પર સ્લાઈડ કરતી વખતે શૂટ કર્યો છે. સની લિયોન તરત જ આ સ્લાઇડ પર સરકવા લાગે છે. તેની સાથે સ્લાઈડ પર પાણી પણ વહેતું જોવા મળે છે. લપસતી વખતે સની લિયોન અચાનક પાણીથી ભરેલા પૂલમાં પડી જાય છે. આ વીડિયો માલદીવના હાઈડ અવે બીચ પર સ્થિત વોટર પાર્કનો છે.

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial)

જ્યાં સની લિયોન વોટર એડવેન્ચરની મજા માણી રહી છે. સની લિયોને આ વિડિયોને કેપ્શન પણ આપ્યું છે કે જ્યારે સ્લાઈડ હોય ત્યારે સીડીઓ કેમ પસંદ કરવી. સની લિયોન જે સ્ટાઈલમાં સ્લાઈડ કરી રહી છે તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. સરકતી વખતે સનીએ એક હાથમાં સેલ્ફી સ્ટીક પકડી છે અને બીજા હાથથી ચાહકોને ફ્લાઈંગ કિસ આપી રહી છે. આ વીડિયોમાં સની લિયોને સ્વિમિંગ ડ્રેસ પહેર્યો છે. જેની ડિઝાઈન પાણીના મોજા સાથે મેળ ખાતી હોય છે. આ પહેલા સનીએ મલ્ટીકલર બિકીમાં તેની તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

આ સાથે જ, સનીએ કેપ્શનમાં લખ્યું- સ્વર્ગમાંથી ફોટા શેર કરવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી. તસવીરમાં સની પૂલની આગળની બાજુએ સૂતી પોઝ આપી રહી હતી. સનીની બિકીમાં ત્રણ કલર શેડ્સ જોવા મળ્યા હતા. સની લિયોન આ દિવસોમાં માલદીવમાં છે અને વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. સની લિયોનની સ્ટાઈલ હંમેશા લોકોને દિવાના બનાવે છે. સની લિયોનની સુંદરતા જોઈને ચાહકોની આંખો ભરાઇ ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની લિયોનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.તો ત્યાં ઘણા લોકો તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે. સની લિયોનની કરિયરની શરૂઆત ફિલ્મ ‘જિસ્મ 2’થી થઈ હતી. ત્યારપછી તે જેકપોટ, રાગિની એમએમએસ 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની થોડા સમય પહેલા વેબ સિરીઝ અનામિકામાં એક્શન કરતી જોવા મળી હતી.

Shah Jina