બનારસના ઘાટ પહોંચી એક્ટ્રેસ સની લિયોન, ગંગા આરતીમાં પણ થઇ સામેલ

ભક્તિના રંગમાં રંગાઇ સની લિયોન, એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ ધાર્મિક થઇ ગઇ સની લિયોન, ગંગા આરતીની તસવીરોથી મચી બવાલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

બોલિવૂડમાં જ્યારે પણ હોટ અને સિઝલિંગ એક્ટ્રેસનું નામ લેવામાં આવે ત્યારે સૌથી પહેલું નામ બોલિવૂડની લેલા એટલે કે સની લિયોનનું આવે છે. એક સમયે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી સની લિયોન જ્યારથી બોલિવૂડમાં જોડાઈ છે ત્યારથી તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

ભક્તિના રંગમાં રંગાઇ સની લિયોન

સૌ પ્રથમ, બિગ બોસ અને પછી ફિલ્મોમાં દેખાયા બાદ સની લિયોને પોતાને સંપૂર્ણપણે ભારતમાં અનુકૂળ કરી લીધી છે. હાલમાં જ બોલિવૂડની જાણીતી અભિનેત્રી સની લિયોન ઉત્તર પ્રદેશ પહોંચી હતી. અહીંની તેની કેટલીક તસવીરો વાયરલ થતાં જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ગંગા આરતીમાં થઇ સામેલ

સની લિયોન ગંગા આરતી માટે બનારસ પહોંચી હતી અને આ દરમિયાનનો એક વીડિયો પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ સમય દરમિયાન સની લિયોનના લુકની વાત કરીએ તો તેણે ગુલાબી ભારતીય સૂટ પહેર્યો હતો અને ગળામાં માળા હતી.

કહ્યુ- આધ્યાત્મિક ફિલ્મવાળી સ્ક્રિપ્ટ મળશે તો જરૂર કરીશ કામ

જો કે આ દરમિયાન અભિનેત્રી સની લિયોન તેના પતિ સાથે નહિ પણ અભિનેતા અભિષેક સિંહ સાથે જોવા મળી હતી. ચાહકોએ સની લિયોનની ઘણી પ્રશંશા કરી પણ એવા કેટલાક લોકો છે જેમને સની લિયોનની વારાણસીમાં ગંગા આરતીમાં હાજરી આપવી પસંદ ન પડી.સનીએ કહ્યુ કે- આધ્યાત્મિક ફિલ્મવાળી સ્ક્રિપ્ટ મળશે તો જરૂર કામ કરીશ.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina