બૉલીવુડ સ્ટાર સની લિયોનીએ જે છે એ ક્ષેત્રમાંકદમ રાખ્યું છે તે ક્ષેત્રમાં સિક્કો જરૂર ચાલે છે. પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળી અભિનય, ડાન્સ,કોસ્મેટિક્સની દુનિયામાં કદમ રાખ્યા હતા. સની લિયોની ટૂંકા સમયમાં અર્જુન પટિયાલાની ફિલ્મમાં નજરે આવશે. આ ફિલ્મમાં તેનું આઈટમ સોન્ગ હશે. બોલીવુડમાં કદમ રાખ્યા બાદ મલયાલમ ફિલ્મી દુનિયામાં પણ કદમ રાખશે. સની લિયોની રંગીલા ફિલ્મથી મલયાલમ સિનેમામાં ડેબ્યુ કરશે.
બોલીવુડમાં નામ કમાયા બાદ સની લિયોનીએ હવે કંઈક નવું કરવાનું મન બનાવ્યું છે. સની લિયોની દુનિયાથી અલગ શિક્ષણ ક્ષેત્રમાં કદમ રાખવાની છે. સની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નથી છોડી રહી પરંતુ બાળકોના ભણતર માટે સ્કૂલ ખોળવાનું પ્લાનિંગ કરી રહી છે.
એક અખબારના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, સની બાળકોના ભણતર માટે એક સ્કૂલ ખોલવાની યોજના બનાવી રહી છે. આ સ્કૂલ ‘D’Art Fusion’ની એક બ્રાન્ચ છે. સની આ પ્રોજેક્ટ ઉપર ઘણા સમયથી કામ કરી રહી છે. આ સ્કૂલ ખોલવા માટે સનીએ ઘણી મહેનત પણ કરી છે. સનીએ ખુદ બેસીને ઇન્ટિરિયર, સ્કૂલની સુવિધા, થીમ,ફીચર્સ બધાની તૈયારી કરી છે. આ સ્કૂલની થીમ એક આર્ટ સ્કૂલ નહીં, પરંતુ પ્લે સ્કૂલ જેવી હશે.
સનીને બાળકોથી બહુજ લગાવ છે. તેણીએ 3 બાળકો દત્તક લીધા છે. જેમાં પુત્રી નિશા કૌર બીબર અને બે પુત્રો નોઆ સિંહ વિબર અને અશર સિંહ વિબર છે.
સની આ સ્કૂલ બાળકોથી લગાવ હોવાને કારણે ખોલવાનું વિચાર્યું છે. જેથી તેના બાળકોનો વિકાસ સારો થઇ શકે. તેનું માનવું છે કે, બાળકોના પૂર્ણ વિકાસ માટે જન્મથી 5 વર્ષ સુધી બધું શીખવવામાં આવે છે.આ ઉંમરમાં જ બાળકોને વધુમાં વધુ શીખવી શકાય છે. ત્યારે બાળકોને ભણવાની બદલે વધારેમાં વધારે ક્રિએટિવિટીમાં ભાગ લેવો જોઈએ. સનીએ કહ્યું હતું કે,રચનાત્મકતા અને સુવિધા એક સાથે લાવવી જોઈએ. જેથી કરીને બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સની થોડા સમયમાં જ હોરર કોમેડી ફિલ્મ કોકાકોલામાં નજરે આવશે. જેના માટે તે બિહારી ભાષા શીખી રહી છે. સાથે જ તે દિલઝીત દોસાંઝ અને કૃતિ સેનનની અર્જુન પટિયાલામાં નજરે આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks