નોટી સની લિઓનને મળી ધમકી, કહ્યુ- તારા કેટલાક વીડિયો મારી પાસે છે અને…

આ બોલ્ડ હિરોઈનને જાહેરમાં મળી ધમકી, તારા વીડીયો મારી પાસે છે, મારી સાથે આ કર…નહિ તો

બોલિવુડ અભિનેત્રી સની લિઓન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે બાદ તેને એક ચાહકે ધમકી આપી દીધી.

સનીએ 27 જૂનના રોજ તેની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં સની ઘણી પ્રેમાળ લાગી રહી હતી, પરંતુ તેને એક ચાહકે ધમકી આપી અને લખ્યુ કે તારા કેટલાક વીડિયો મારી પાસે છે જો તે રિપ્લાય ના કર્યો તો હું એ વીડિયો વાયરલ કરી દઇશ. આ મારુ વચન છે અને મારુ વચન એ જ મારુ શાસન.

હાલમાં જ સનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે મુંબઇના રસ્તા પર સાયકલ ચલાવતી જોવા મળી હતી. તેની સાથે તેના પતિ ડેનિયલ વીબર પણ હતા. સની લિઓનની બાજુમાં ચાલી રહેલા ફોટોગ્રાફરે તેને અવાજ લગાવી અને તે બાદ અભિનેત્રીને થોડુ ધીરેથી ચલાવવા કહ્યુ.

સનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “મોતીચૂર ચકનાચૂર”માં જોવા મળી હતી. તે હવે વિક્રમ ભટ્ટની ફિલ્મ “અનામિકા”માં જોવા મળશે.

Shah Jina