મનોરંજન

શુટિંગ સેટ પર ઘાયલ થઇ બોલ્ડ સની લિયોની, વીડિયો જોઈને ફેન્સ મુંજાઈ જશે

‘બેબી ડોલ’ થઈ ગઈ ગુસ્સે, ઘાયલ થતા જ આવી હાલત થઇ ગઈ- તસવીરો જોઈને ફેન્સને ધ્રાસ્કો પડશે જુઓ

બોલિવુડ અભિનેત્રી સની લિયોન આ દિવસોમાં સાઉથની ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવી રહી છે. તે અપકમિંગ ફિલ્મ ‘કોટેશન ગેંગ’નું શુટિંગ કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ આવ્યુ હતુ, જેમાં સનીનો અંદાજ જોતા જ બની રહ્યો હતો. જો કે, આ વચ્ચે અભિનેત્રીને લઇને ખરાબ સમાચાર સામે આવ્યા છે. સની લિયોન ફિલ્મના શુટિંગ સેટ પર ઘાયલ થઇ છે. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ફિલ્મના શુટિંગ દરમિયાન સની લિયોનના પગના અંગુઠામાં કટ લાગ્યો હતો.

સની લિયોને આ ખબરને પોતે શેર કરી અને જણાવ્યુ કે શુટિંગ દરમિયાન તે ઘાયલ થઇ છે. તેના પગના અંગુઠામાં વાગ્યુ છે. સનીએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સની તેનો પગ પકડી બૂમ પાડી રહી છે અને લાગી રહ્યુ છે કે તેને ઘણુ દર્દ થઇ રહ્યુ છે. સનીના પગના અંગુઠામાંથી લોહી નીકળતુ પણ જોઇ શકાય છે. તેની આસપાસ કેટલાક લોકો છે જે દવા લગાવી રહ્યા છે પણ સની દર્દના કારણે બૂમો પાડી રહી છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો જ્યારે કોઇ વ્યક્તિ સનીને ઇંજેક્શન લગાવવાની વાત કરે છે તે તે નારાજ થઇ જાય છે અને થપ્પડ મારવાની વાત કરે છે. સનીનો આ વીડિયો સામે આવતા જ ચાહકો તે જલ્દી જ સ્વસ્થ થઇ જાય તેની દુઆ કરે છે. ત્યાં કેટલાક યુઝર્સ મજા લેતા આ પોસ્ટ પર કમેન્ટ્સ કરી રહ્યા છે. સનીની અપકમિંગ ફિલ્મ ‘કોટેશન ગેંગ’ની વાત કરીએ તો તે ફિલ્મમાં જેકી શ્રોફ પણ છે. ફિલ્મની કહાની ગેંગવોર આસપાસ ફરતી નજર આવશે.

કોટેશન ગેંગ તમિલ ઉપરાંત હિંદુ, તેલુગુ, મલયામલ અને કન્નડમાં પણ રીલિશ થશે. સની લિયોન પાસે મલયામલ ફિલ્મો શેરો અને રંગીલા સહિત કેટલીક પાઇપલાઇનમાં છે. આ પહેલા તે તમિલ ફિલ્મ ઓહ માઇ ઘોસ્ટમાં એક પ્રાચીન યોદ્ધા રાની માયાસેનાના રૂપમાં નજર આવી હતી. તેણે તેના અભિનયથી દર્શકોનું ઘણુ મનોરંજન કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)