આવા બોલ્ડ કપડાં પહેરીને સની લિયોની ઉપડી ગઈ માલદીવ્સ, ઘણા સમય પછી ગ્લેમરસ અવતાર દેખાડ્યો

સની લિયોન બોલિવુડની ખૂબસુરત, ક્યુટેસ્ટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. સની લિયોન આ દિવસોમાં માલદીવમાં પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. સનીએ માલદીવ લોકેશનથી તેની એક તસવીર અને વીડિયો શેર કર્યો છે. સની આ તસવીરમાં બ્લુ બિકીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં તે ખૂબ સ્ટનિંગ લાગી રહી છે.

તસવીરમાં તમે જોઇ શકો છો કે સની બીચ પર બિકી પહેરી પાણીમાં એન્જોય કરી રહી છે. તસવીરમાં તે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. સનીએ આ તસવીર બાદ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે મસ્તી કરતી જોવા મળી રહી છે. સનીની આ પોસ્ટ બાદ કહી શકાય કે તે તેનું વેકેશન ખૂબ એન્જોય કરી રહી છે.

સનીની મોટી ફેન ફોલોઇંગ છે. સનીની તસવીરો ઇન્ટરનેટ પર છવાતી રહે છે. હવે બ્લુ બિકીમાં સનીનો સિઝલિંગ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ચાહકો હાર્ટ ઇમોજી સાથે તસવીર પર રિએક્શન આપી રહ્યા છે અને કેટલાક તો તેમને જલપરી કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે સની લિયોન અને તેનો પરિવાર હાલમાં જ મુંબઇમાં નવા ઘરમાં શિફ્ટ થયો છે. સનીએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તમને જણાવી દઇએ કે, હાલમાં જ બિગબોસ ઓટીટીમાં સની લિયોન જોવા મળી હતી. શોમાં સની ગેસ્ટ તરીકે આવી હતી અને ઘરવાળા પાસે ઘણા મજેદાર ટાસ્ક પણ કરાવ્યા હતા.

સનીના વર્કફ્રંટની વાત કરીએ તો, સનીએ હાલમાં જ તેની અપકમિંગ ફિલ્મ “શીરો”નું શુટિંગ પૂરુ કર્યુ છે. આ ફિલ્મને શ્રીજીત વિજયને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ મલયાલમ, તેલુગુ, તમિલ અને હિંદીમાં રીલિઝ થશે. આ ઉપરાંત સની ક્રિકેટર એસ શ્રીસંતની બોલિવુડ ફિલ્મ “પટ્ટા”માં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Shah Jina