મનોરંજન

બુટ પોલીસ કરનારો યુવક બન્યો ઇન્ડિયન આઈડલ-11 નો વિજેતા, જાણો તેના જીવનના રોચક તથ્યો

ઇન્ડિયન આઇડલ સીઝન-11 છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે, આ શોમાં ભાગ લેનારા તમામ ગાયકો એકથી એક ચડિયાતા હતા, ત્યારે આ શોને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જજ માટે પણ વિજેતાનું નામ જાહેર કરવું અને કોને બીજા રાઉન્ડ માટે સિલેક્ટ કરવો તે પણ મુશ્કેલી ભર્યું હતું ત્યારે ગઈકાલે ગ્રાન્ડ ફિનાલે બાદ વિજેતાની જાહેરાત થઇ અને વિજેતાના નામ સાથે જ સ્ટેજ ઉપર રહેલા લોકો સાથે આખો દેશ પણ ઉત્સાહમાં આવી ગયો.

ઇન્ડિયન આઇડલ-11 ના વિજેતા તરીકે સની હિન્દુસ્તાનીનુ નામ આવ્યું, ત્યારે સનીના જીવનને લઈને પણ ઘણા લોકો સની જ આ શોનો સાચો વિજેતા બને એવું દિલથી ઈચ્છી રહ્યા હતા અને ઈશ્વરે પણ સૌ લોકોની પ્રાર્થનાને પૂર્ણ કરી. આ શોમાં પહેલા રનર્સઅપ રોહિત રાઉત અને બીજા રનર્સઅપ તરીકે ઓંકના મુખર્જી રહી ત્યારે ત્રીજા અને ચોથા રનર્સઅપમા અધરીજ ઘોસ અને રિધમ કલ્યાણ રહ્યા હતા.

પરંતુ શોના વિજેતા બનેલા સનીનું જીવન ખુબ જ સંઘર્ષમય અને કઠિન રહ્યું છે. સનીના પિતાના અવસાન બાદ તેની માતા ફુલ્કા વેચવાનું કામ કરતી હતી અને સની રોડના કિનારે બેસી બુટ પોલીસ કરવાનું કામ કરી રહ્યો હતો, ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ક્યારેક જમવાનું પણ માંગીને ખાવું પડતું હતું.

સનીના મિત્રોએ તેને રિયાલિટી શોમાં ભાગ લેવા માટે ઘણીવાર કહ્યું પરંતુ પૈસાના અભાવે તે જઈ શકતો નહોતો, ગાવાનો શોખ તો તેને બાળપણથી જ હતો. પરંતુ ગાયિકીની તાલીમ લેવા માટે પણ તેની પાસે પૂરતા પૈસા નહોતા, યુ ટ્યુબ ઉપર નુસરત ફતેહઅલી ખાનના ગીતો તે સાંભળતો અને ગાતો ત્યારે મિત્રોએ તેને ઇન્ડિયન આઈડલમાં ઓડિશન આપવા માટે જણાવ્યું, તેની પાસે પૂરતા પૈસા ના હોવા છતાં પણ મિત્રોએ તેને ઉધાર પૈસા આપ્યા, તેની માતાએ તેને જવા માટે રોક્યો પરંતુ એક મોકો તેની માતા પાસે માંગી અને તે શોમાં ઓડિશન આપવા માટે પહોંચ્યો.

ઓડિશનમાં પણ તેને નુસરત ફતેહઅલી ખાનના જ 2-3 ગીતો ગાયા અને તે જ્જને ખુબ જ પસંદ આવ્યા અને તેમ એક પછી એક ગીતોમાં પોતાના હૈયાના સૂર રેડતો સની ઇન્ડિયન આઈડલના ફાઈનલ સુધી પહોંચ્યો અને ગઈકાલે તે આ શોનો વિજેતા બનીને આખા દેશમાં છવાઈ ગયો.

સનીને આ શોમાં જીતવા માટે 25 લાખ રૂપિયાનો ચેક તેમજ એક ટ્રોફી અને ટાટા અલ્ટ્રોસ કાર આપવામાં આવી હતી સાથે જ આગામી ફિલ્મોમાં ફિટ ગાવાની પણ તક આપવામાં આવી છે. સનીની ગાયિકીને જોતા જ હિમેશ રેશમિયાની ફિલ્મ “ધ બોડી” અને કંગના રાનૌતની ફિલ્મ “પંગા”માં ગીત ગાવાનો ચાન્સ પણ મળ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.