મનોરંજન

શા માટે ન થયા નેહાના આદિત્ય સાથે લગ્ન, સામે આવ્યું આ મોટું કારણ

ઈન્ડિયન આઇડલ સીઝન 11 પૂરી થઈ ગઈ છે પરંતુ નેહા કક્કર અને આદિત્ય નારાયણ અંગેનું સસ્પેન્સ હજુ પણ ખતમ થવાનું નામ નથી લેતું. આ વિશે કોઈને કોઈ ખુલાસાઓ થતા જ રહે છે ત્યારે હવે શોના વિજેતા સની હિન્દુસ્તાનીએ એક મોટો ખુલાસો કર્યો છે, જેમાં તેણે નેહા કક્કર અને આદિત્ય નારાયણ વચ્ચેના સંબંધો વિશે મોટી વાત કરી છે.

Image Source

સિંગર નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારો પર સસ્પેન્સ હજી પૂર્ણ રીતે ખતમ થઈ રહ્યું નથી. તાજેતરમાં જ બંને વચ્ચેના સંબંધો પર જે ખુલાસાઓ થયા છે એ શોના વિજેતા સની હિન્દુસ્તાનીએ જ કર્યા છે.

સની હિન્દુસ્તાનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ નેહા અને આદિત્યના લગ્નને લઈને ખૂબ ઉત્સાહિત હતા. તે કહે છે, ‘અમે બંનેના લગ્નને લઈને ખૂબ જ ખુશ હતા. અમે તો લગ્ન માટે કપડા પણ ખરીદી લીધા હતા. અમે તો જાન લઈને પણ આવી ગયા, પણ એ ન જાણ્યું કે છોકરી છોકરાને હા પાડશે કે ના.’

Image Source

સની હિન્દુસ્તાની આગળ કહે છે કે, હવે જ્યારે તેઓના લગ્ન નથી થયા તો તે ખૂબ જ દુઃખી છે. વધુમાં, તેણે કહ્યું કે નેહા દીએ આદિત્ય ભૈયા સાથે લગ્નના પ્રસ્તાવને સ્વીકાર્યો નહિ અને તેથી તે લગ્ન થઇ શક્યા નહિ.

જણાવી દઈએ કે, ઇન્ડિયન આઇડોલ દરમિયાન નેહા અને આદિત્ય વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને પ્રેમ કરે છે. પરંતુ પાછળથી એવા અહેવાલો આવ્યા હતા કે આ બધું ટીઆરપી માટે થઈ રહ્યું છે.

Image Source

આદિત્યના પિતા ઉદિત નારાયણે પણ મીડિયા સામે એવું નિવેદન આપ્યું હતું કે તેઓ નેહાને પસંદ કરે છે અને જો બંનેનાં લગ્ન થાય તો ખુશીથી નેહાને પુત્રવધૂ તરીકે સ્વીકારી લેશે.

લગ્નના સમાચારોથી જ્યાં ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી, તો બીજી તરફ આદિત્યએ લગ્નને ટીઆરપી ગણાવીને ચાહકોનું દિલ તોડ્યું હતું. આદિત્યએ કહ્યું હતું કે, ‘નેહા માટેનો તેમનો લવ-રોમાંસ ફક્ત ટીઆરપીનો જ એક ભાગ છે. તેઓએ તે જ કર્યું જે શોના નિર્માતાઓએ તેમને કહ્યું.’

Image Source

જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા નેહા કક્કરે પણ એક મોટો ખુલાસો કરતા કહ્યું કે આદિત્ય નારાયણ ખૂબ જ જલ્દી તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એવામાં હવે સની હિન્દુસ્તાનીનું આ નિવેદન હેરાન કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.