ઇન્ડિયન આઇડલના વિજેતા સની હિન્દુસ્તાનીની ગર્લફ્રેન્ડને જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો, ગજબની છે સુંદર, જુઓ તસવીરો

જાણો કોણ છે આ વિદેશી હસીના? જેને ચોરી લીધું ઇન્ડિયન આઇડલ 11ના વિજેતા સની હિન્દુસ્તાનીનું દિલ

ટીવી ઉપર રિયાલિટી શોને જોવાનું દર્શકો ખુબ જ પસંદ કરતા હોય છે અને તેમાં પણ ઇન્ડિયન આઇડલ જેવા શો દર્શકોની પહેલી પસંદ રહે છે. આ શોની અંદર છેવાડા વિસ્તારના વ્યક્તિને પણ એક મંચ મળે છે અને તેના દ્વારા તે પોતાની પ્રતિભા સાબિત કરી શકે છે. સંગતિની દુનિયામાં આ મંચ દ્વારા તેમને આગવી ઓળખ મળતી હોય છે.

એવા જ એક ગાયક જેને ઇન્ડિયન આઇડલ 11નો ખિતાબ પોતાના નામે કર્યો હતો તે સની હિન્દુસ્તાની આજે સંગીતની દુનિયાનું એક મોટું નામ બની ગયો હ્ચે. ઇન્ડિયન આઇડલ 11ના ઓડિશન સમયે જ તે પોતાની ગાયિકા દ્વારા લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો હતો.

હાલમાં જ સનીને લઈને કેટલીક અપડેટ આવી છે. જે તેના ચાહકોને પણ હેરાન કરી દેનારી છે. સનીએ પોતાની પ્રેમિકા સાથેની એક તસ્વીર શેર કરી છે. જેમાં તેનું ઇન્સ્ટગ્રામ નામ ramdey official છે. આ તસ્વીરની અંદર સની રોમાન્ટિક અંદાજમાં પ્રેમિકાના માથા ઉપર કિસ કરતો નજર આવી રહ્યો છે.

સનીએ આ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવાની સાથે લખ્યું છે કે, “હંમેશા તારી સાથે, મારો સાચો પ્રેમ @amdeyofficial… લંડનમાં એક સાથે શોની મજા લઈશું.”

તો રૈમડીએ આ તસ્વીરની અંદર કોમેન્ટ દ્વારા પોતાનો પ્રેમ અભિવ્યક્ત કર્યો છે. તેને લખ્યું છે કે, “હંમેશા તારી સાથે… મારા બેબી આજે રાત્રે લાંબી રાહ જોયા બાદ લંડનમાં પરફોર્મ કરવાના છે. તારા ઉપર બહુ જ ગર્વ છે શોના.”

સોશિયલ મીડિયામાં સની અને તેની પ્રેમિકા રૈમડીની તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે અને હવે રૈમડીનું પણ ફોલોઇંગ વધી રહ્યું છે. રૈમડીની તસવીરોને પણ હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel