મનોરંજન હેલ્થ

64 વર્ષની ઉંમરમાં ફિટ રહેવા માટે દર બે કલાકે કંઈક ને કંઈક ખાતા રહે છે સની દેઓલ, 2 વસ્તુથી રહે છે હંમેશા દૂર

શું છે સની દેઓલના અઢી કિલોના હાથનું રાજ, જે પડતા જ…જન્મદિવસ પર વાંચો સ્પેશિયલ સ્ટોરી

19 ઓક્ટોબર 1956માં પંજાબના લુધિયાણામાં જન્મેલ સની દેઓલ 64 વર્ષના થઇ ગયા છે. છેલ્લા 33 વર્ષથી સની દેઓલ દર્શકોના દિલમાં કંઈક અલગ જ જગ્યા બનાવી ચુક્યા છે. સની દેઓલ ક્યારેલ આંખમાં છલકાતા પ્રેમ ને જોઈને ‘બેતાબ’ થઇ જાય છે તો કયારેક વતન પ્રત્યેનો પ્રેમ જોઈને ‘ગદર’ થઇ જવામાં પણ પાછળ નથી. ક્યારેક તે ઘાયલ સૈનિકો માટે ‘બોર્ડર’ પર જીતનો પરચો દેખાડે છે તો ક્યારેક અર્જુન બનીને દામિનીના ડરને દૂર કરવાની કોશિશ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

પડદા પર ખુબ જ ઉગ્ર સ્વભાવના સની દેઓલ અસલ જિંદગીમાં ઘણા શરમાળ છે. સની દેઓલનો એક ડાયલોગ ફેમસ છે. જે છે ‘યે ઢાઈ કિલો કા હાથ કિસી પે પડતા હૈ ના તો આદમી ઉઠતા નહીં ઉઠ જાતા હૈ’ સની દેઓલએ તેની કરિયરની શરૂઆત ‘બેતાબ’ થી કરી હતી. ‘2001માં આવેલી ‘ગદર એક પ્રેમ કથા ‘ તેની કરિયરની સર્વાધિક સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી.
સનીએ 1983માં ફિલ્મ ‘બેતાબ’થી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેને મંજિલ, અર્જુન, રામ અવતાર, ત્રિદેવ, ચાલબાજ, આગ કા ગોલા, ઘાયલ, નરસિંહા, દામિની, બોર્ડર અને ગદર જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

સની દેઓલ 64 વર્ષની ઉંમરમાં પણ ઘણો ફિટ છે. સની ફિટ રહેવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે. આ સાથે જ સની દેઓલ દર 2 કલાકે કંઈક ને કંઈક ખાતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

સની દેઓલ તેની ફિટનેસ અને ડાયેટનું બહુ જ ધ્યાન રાખે છે. એક ઇવેન્ટમાં સની દેઓલના પિતા ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, સની દેઓલએ ક્યારે પણ દારૂ અને સિગરેટને હાથ લગાડયો નથી. સની ઓછું ઓઈલી અને ઓછું સ્પાઈસી ખાઈ છે. સમય પર સુઈ જાય છે અને સમય પર ઉઠી જાય છે અને રોજ સવારે જીમમાં જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

આ સીવાય તે દરરોજ આઉટડોર ગેમ્સ રમવાની કોશિશ કરે છે. સની દરરોજ 1 કલાક ટેબલ ટેનિસ રમે છે. સની દેઓલને લેટનાઇટ પાર્ટી પસંદ નથી. સની તેનો સમય પુસ્તકો વાંચવામાં અને કસરત કરવામાં જ પસાર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

સની દેઓલ વધુ પડતું વેજિટેરિયન ફૂડ જ પસંદ કરે છે. સની સવારે મકાઈની રોટલી સાથે દહીં, માખણ, ચટણી અને લસ્સી લે છે. સની દેઓલની પસંદગીનું શાક કોબી-બટેટા છે. આ સિવાય સની દેઓલ ઘરનું બનાવેલું બટર ખાઈ છે. સની દેઓલને મેથીના પરાઠા બહુ જ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on