બૉલીવુડ અભિનેત્રી અને કપૂર ખાનદાનની મોટી દીકરી કરિશ્મા કપૂર અને અભિનેતા સની દેઓલે એક સમયે ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું. જણાવી દઈએ કે આ બંન્ને પર રેલવે સંપતિનો પરવાનગી વગર ઉપીયોગ કરવા પર અને તેને નુકસાન પહોંચાડવાનો કેસ ચાલી રહ્યો હતો.

આ ઘટના આજથી 22 વર્ષ પહેલાની છે. એવામાં આ કેસને લઈને બંન્ને માટે રાહતના સમાચાર આવ્યા છે. 11 ઓક્ટોબરમાં રોજ જયપુરના એડીજે કોર્ટે આ કેસને ડિસ્ચાર્જ કરી દીધો છે.

પુરી ઘટના 11 માર્ચ 1997 ના રોજ અજમેરના નરેના રેલવે સ્ટેશનની છે. જ્યારે સની દેઓલ અને કરિશ્મા કપૂર ફિલ્મ ‘બજરંગ’માં કામ કરી રહ્યા હતા. ફિલ્મમાં અમુક સીન્સ ટ્રેનની ઉપર ચઢીને પણ કરવાના હતા. જેને લીધે ફિલ્મના દરેક કિરદારો અને ડાયરેક્ટર અજમેર પહોંચ્યા હતા. ત્યાં નરેના રેલવે સ્ટેશન પર ટ્રેન પર ચઢીને કલાકારોએ સીન્સની શૂટિંગ કરી હતી.

આ મામલામાં રેલવે કોર્ટે સપ્ટેમ્બર મહિનામાં આરોપ ઘડ્યા હતા. આરોપ રેલવે એક્ટની ધારા 141, 145, 146 અને 147 ના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. તેના વિરોધમાં બંન્નેએ રીવીઝન ફાઈલ કરી હતી. જેના પર નિર્ણય સંભળાવતા એડીજે-17 કોર્ટે આ કેસને ડિસ્ચાર્જ કરી દીધો છે.

આ કેસના જજ પવન કુમારે નિર્ણયમાં કહ્યું કે કરિશ્મા કપૂર અને સની દેઓલના વિરૂદ્ધ પર્યાપ્ત સબુત કે પ્રમાણ નથી. આ કેસમાં કરિશ્મા કપૂર અને સની દેઓલના સિવાય ફાઇટ માસ્ટર ટીનુ વર્મા અને સતીશ શાહને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 2012 માં સતીશ શાહ અને ટીનુ વર્માને કોર્ટે આરોપી માની લીધા હતા. પણ સની દેઓલ અને કરિશ્મા કપૂરે પોતાને નિર્દોષ જણાવતા કોર્ટમાં અરજી આપી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.