ખબર

રાનુ મંડલ બાદ સામે આવ્યો બિહારનો અંગ્રેજી ગીત ગાવાવાળો આ ભિખારી, એક્સેન્ટ સાંભળીને રહી જશો હેરાન

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાંની સાથે જ કોલકાતાની રાનુ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ હતી, તેને હિમેશ રેશમિયાની ફિલ્મમાં ગીત ગાવાની તક પણ મળી હતી. તો હવે બિહારના સની બાબાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Image Source

સની બાબા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે અને ચોંકાવનારી વાત એ છે કે તે માત્ર અંગ્રેજીમાં વાત જ નથી કરતા પણ અંગ્રેજીમાં પણ ગીત ગાઇ રહ્યા છે.

એક ટ્વિટર યુઝરે સની બાબાનો એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે – ‘આ માણસ એક ભિખારી છે જે પટનામાં રહે છે. શ્રેષ્ઠ ગાયક અને ડાન્સર છે.’

Image Source

આ વીડિયોમાં તે કેટલાક લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વાતચીત દરમ્યાન સની બાબા લોકોને કહે છે કે તમે અંગ્રેજીમાં સવાલ કરો અને હું જવાબ આપીશ. આ પછી એક વ્યક્તિ પૂછે છે કે બાબા તમે શું કરો છો. જેના પર સની બાબા અંગ્રેજીમાં જવાબ આપે છે, કે હું ભીખ માંગુ છું. તે પછી તે બાબાને કેટલાક વધુ પ્રશ્નો પૂછે છે અને તે અંગ્રેજીમાં જવાબ આપે છે.

સવાલ-જવાબ દરમિયાન સની બાબા જણાવે છે કે તેમને મ્યુઝિક, સીંગીગ અને ડાન્સિંગ પસંદ છે. જ્યારે એક વ્યક્તિ સની બાબાને ગાવાનું કહે છે, ત્યારે તે જુનું અંગ્રેજી ગીત સંભળાવે છે. તેમણે પ્રખ્યાત ગાયક જીમ રવિશનું ગીત સંભળાવ્યું. સની બાબાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના અવાજ પસંદ કરી રહ્યા છે. સાથે જ તેમની અંગ્રેજી બોલવાની રીતની પણ પ્રશંસા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, રાનુ મંડલ સિવાય પણ ઘણા લોકોએ આ રીતે ગીતો ગાયા હોવાના વીડિયો વાયરલ થયા છે. જો કે, જેટલી પ્રખ્યાત રાનુ થઇ એટલી પ્રસિદ્ધિ કોઈની ન થઇ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.