અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સની નવી તસવીરો જોઈને નાસા આશ્ચર્યચકિત થઈ ગયું છે. કારણ કે નવી તસવીરોમાં સુનિતા હાડપિંજર જેવી લાગી રહી છે. તે ખૂબ જ નબળી દેખાઈ રહી છે. જેના કારણે નાસા તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યું છે. સુનિતા વિલિયમ્સ જૂન મહિનાથી અવકાશમાં અટવાયેલી છે. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોર જૂનના પ્રથમ સપ્તાહમાં આઠ દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતા વિલિયમ્સને 150 દિવસથી વધુ સમય માટે ત્યાં રોકાવું પડ્યુ હતુ.
ત્યારે હાલમાં જ તેની તસવીર સામે આવી જેમાં તે દુબળી-પાતળી લાગી રહી છે. એવું કહેવાઇ રહ્યુ છે કે બંને અવકાશયાત્રીઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરી શકશે.રીપોર્ટ અનુસાર, મિશનથી પરિચિત નાસાના એક સૂત્રએ ન્યુયોર્ક પોસ્ટને જણાવ્યુ કે- વિલિયમ્સની સ્થિતિએ ઘણી ચિંતા પેદા કરી છે. તેમણે કહ્યુ કે- તેનું વજન ઘણુ ઓછુ થઇ ગયુ છે. હવે સુનીતા દુબળી-પાતળી લાગે છે.
એજન્સી માટે તેનું વજન સ્થિર કરવું એ પ્રાથમિકતા બની ગઈ છે. જ્યારે મેં સુનીતા વિલિયમ્સની નવી તસવીર જોઈ તો હું ચોંકી ગયો. આ એક વાસ્તવિક ચિંતા છે. દરેક વ્યક્તિ તેને ગંભીરતાથી લઈ રહી છે, જેનું વજન લૉન્ચ સમયે લગભગ 140 પાઉન્ડ હતું. અવકાશ જીવનની ઉચ્ચ ભૌતિક માંગને સંતુલિત કરવા માટે જરૂરી 3,500 થી 4,000 કેલરીની દૈનિક માત્રાને પહોંચી વળવા માટે તે સંઘર્ષ કરી રહી છે.
નાસાના ડોકટર એક મહિનાથી વધુ સમયથી વિલિયમ્સના વજનમાં કમી પર કામ કરી રહ્યા છે. કારણ કે તેમને જાણવા મળ્યું કે અંતરિક્ષમાં મેટાબોલિઝમમાં પરિવર્તનને કારણે મહિલા અવકાશયાત્રીઓને પુરૂષોની તુલનામાં વધારે તેજીથી માંસપેશિયોમાં કમીનો અનુભવ થઇ શકે છે. નાસાના એક ચિકિત્સકના જણાવ્યા મુજબ, વિલિયમ્સની ઉપસ્થિતિ ઉંચી ઊંચાઈ પર રહેવાને કારણે તણાવોને બતાવે છે.
જણાવી દઇએ કે, અવકાશયાત્રીઓએ પૃથ્વી પર રહેતા માનવીઓ કરતાં બમણી કેલરીનો વપરાશ કરવો પડે છે. વજન વધારવા માટે વિલિયમ્સને દરરોજ 5,000 કેલરી સુધી વપરાશ કરવાની જરૂર છે. તેમનું વજન જાળવવા માટે તેઓએ દરરોજ લગભગ 3,500 થી 4,000 કેલરી લેવી પડે છે.