ખબર મનોરંજન

19 વર્ષ પહેલા બદલવામાં આવ્યો હતો ફિલ્મ ‘ધડકન’નો ક્લાઈમેક્સ, નહિતર ‘અંજલી’ના માં બનતા જ મરી જાત ‘દેવ’….

Image Source

19 વર્ષ પહેલા વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધડકન’ આજે પણ લોકોની ફેવરિટ ફિલ્મોની લિસ્ટમાં શામિલ છે. ફિલ્મમાં દેવ અને અંજલિની સુંદર પ્રેમ કહાનીને દેખાડવામાં આવી હતી. આ રોલને સ્ક્રીન પર શિલ્પા શેટ્ટી અને સુનિલ શેટ્ટી એ નિભાવ્યો હતો. એકવાર ફરીથી દેવ-અંજલિની સુપરહિટ જોડી આગળના શનિવારના રોજ સોની પર પ્રસારિત થતા રિયાલિટી શો ‘સુપરડાન્સર’ ના સેટ પર નજરમાં આવી હતી. આ દરમિયાન શિલ્પા અને સુનિલ શેટ્ટીએ આ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ કર્યા હતા.

Image Source

આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પણ લીડ રોલમાં હતા. આ સિવાય અભિનેત્રી મહિમા ચૌધરીએ પણ ફિલ્મમાં ખાસ કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મના ગીતો આજે પણ લોકોના હોંઠ પર રહેલા છે. ફિલ્મની કહાનીથી લઈને દરેક કલાકારોના અભિનયે આ ફિલ્મને સુપરહિટ બનાવી નાખી હતી. આ વચ્ચે સુપર ડાન્સર માં શિલ્પાએ એ ફિલ્મ સાથે જોડાયેલો 19 વર્ષ પહેલાનો રાઝ ખોલ્યો હતો.

Image Source

જણાવી દઈએ કે શો માં અભિનેતા સુનિલ શેટ્ટી ગેસ્ટ સ્વરૂપે આવી પહોંચ્યા હતા. બંને એ સ્ટેજ પર ધડકન ફિલ્મના રોમેન્ટિક ગીત પર ડાન્સ પણ કર્યો હતો. શિલ્પા શેટ્ટીએ ખુલાસો કર્યો કે ફિલ્મનો જે અંત દેખાડવામાં આવ્યો હતો, પહેલા તે નક્કી કરવામાં આવ્યો ન હતો. પણ નિર્માતાઓને લાગ્યું કે આ ફિલ્મનો હેપ્પી એન્ડિંગ હોવો જોઈએ જેને લીધે ફિલ્મના ક્લાઈમેક્સમાં બદલાવ કરવામાં આવ્યો હતો. શિલ્પાએ કહ્યું કે એક સમયે તેને એવું પણ લાગ્યું હતું કે આ ફિલ્મ હવે બની શકશે નહિ કેમ કે ફિલ્મ બનવામાં પાંચ વર્ષ નીકળી ગયા હતા.

Image Source

ધડકનની શૂટિંગમાં લાગી ગયા પાંચ વર્ષ: 

Image Source

શો દરમિયાન શિલ્પા શેટ્ટી એ કહ્યું કે,” ફિલ્મમાં અંજલિ માટે મને, દેવ માટે સુનિલ શેટ્ટી અને રામના કિરદાર માટે અક્ષય કુમારને કાસ્ટ કરવામાં આવ્યા હતા. ડાયરેક્ટર ઇચ્છતા હતા કે ફિલ્મને ત્રણ મહિનામાં જ શૂટ કરીને પૂરું કરે. પણ સુનિલ તે સમયે બીજી ફિલ્મમાં વ્યસ્ત હતા. જેને લીધે ફિલ્મની શૂટિંગ લંબાતી ગઈ. અને અંતે ડાયરેક્ટરે સુનિલ શેટ્ટીની જગ્યાએ અન્ય અભિનેતાને કાસ્ટ કરી લીધા, અને તેની સાથે અમુક શૂટિંગ પણ કરી. પણ જયારે શૂટિંગના સમયે ડાયરેક્ટરને લાગ્યું કે આ નવો અભિનેતા દેવ જેવી ફીલિંગ નથી લાવી રહ્યો જેને લીધે ફરીથી શુનિલ શેટ્ટીને ફોન કર્યો.ડાયરકેટરને લાગ્યું કે દેવનો કિરદાર સુનિલ સિવાય અન્ય કોઈ સારી રીતે નહિ કરી શકે. એવામાં ફિલ્મ બનવામાં પાંચ વર્ષ નીકળી ગયા”. ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. ફિલ્મ માટે સુનીલને ફિલ્મફેયર એવોર્ડ પણ મળી ચુક્યો છે. શિલ્પાએ આગળ કહ્યું કે,”એક રીતે જોવા જઈએ તો તે રોલ સુનિલ શેટ્ટી માટે જ લખવામાં આવ્યો હતો.

Image Source

આ હતો ફિલ્મનો અસલી ક્લાઈમેક્સ:
શિલ્પા એ કહ્યું કે,”ધડકન ફિલ્મનો અંત તે ન હતો જે ફિલ્મમાં દેખાડવામાં આવ્યો હતો. જો કે પછી હેપ્પી એન્ડિંગ કરવાને લીધે ફિલ્મના અંતને બદલી નાખવામાં આવ્યો હતો. શિલ્પાએ કહ્યું જે સાચો અંત હતો તેમાં અંજલિ દેવ ને કહે છે કે તે રામના દીકરાની માં બનવા જઈ રહી છે. આ સાંભળ્યા પછી દેવને એટલો આઘાત લાગે છે કે તેની મૃત્યુ થઇ જાય છે. પણ તે ખુબ જ ગંભીર લાગી રહ્યું હતું જેને લીધે પછી દેખાડવામાં આવ્યું કે ફિલ્મના અંત માં દેવ મહિમા ચૌધરીની સાથે ચાલ્યો જાય છે.

Image Source

ફિલ્મ ધડકને તે સમયે લગભગ 26 કરોડનું કલેક્શન કર્યુ હતું. આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા. ફિલ્મને ધર્મેશ દર્શને ડાયરેક્ટ કરી હતી જયારે રતન જૈનએ પ્રોડ્યુસ કરી હતી. જો કે ધડકન ફિલ્મના સિવાય શિલ્પા-સુનીલની જોડી કૈશ, દસ,આક્રોશ, કર્જ જેવી ફિલ્મોમાં પણ નજરમાં આવી ચુકી છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks