સુનીલ શેટ્ટીની દીકરીનું આ મહાન સેલિબ્રિટી સાથે ચાલી રહ્યું છે લફરું, જુઓ
ફિલ્મ “હિરો”થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી અથિયા શેટ્ટીનું લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ સાથે જોડવામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર બંને એકબીજા સાથે તસવીરો શેર કરતા રહે છે. એટલું જ નહિ બંને એકબીજાની પોસ્ટ પર કમેન્ટ પણ કરે છે.
અથિયા શેટ્ટી રાહુલ સાથે ફોટો શેર કરી દુનિયા સામે પ્રેમનો ઇઝહાર કરી ચૂકી છે. પરંતુ બંનેએ એકબીજાના સંબંધને હજી સુધી ઓફિશિયલ કર્યો નથી. ત્યાં જ સુનીલ શેટ્ટીની લાડલી અથિયા શેટ્ટી અને દીકરો અહાન શેટ્ટી લંડનમાં વેકેશન મનાવી રહ્યા છે.
આ હોલિડેની ખાસ વાત એ છે કે તે બંને ઉપરાંત કે એલ રાહુલ પણ તેમની સાથે વેકેશન મનાવી રહ્યો છે. હાલમાં જ રાહુલે અહાન સાાથે કેટલીક તસીવરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. ત્યાં અથિયા અને રાહુલના સંબંધ પર સુનીલ શેટ્ટીએ ચુપ્પી તોડી છે. એક ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ કહ્યુ હતુ કે, મને લાગે છે તે બંને સાથે ઘણા સારા લાગે છે.
સુનીલ શેટ્ટીએ એ પણ જણાવ્યુ કે, દીકરા અહાન સાથે રાહુલની ઘણી બને છે. આ સાથે જ કે એલ રાહુલને અન્નાએ તેનો ફેવરેટ ક્રિકેટર પણ જણાવ્યો. સુનીલ શેટ્ટીના આ નિવેદન બાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે જલ્દી જ આ કપલ તેમના સંબંધને ઓફિશિયલ કરી શકે છે.
તમને જણાવી દઇએ કે, સુનીલ શેટ્ટીને આ પહેલા પણ તેમની દીકરી અથિયા શેટ્ટી અને કે એલ રાહુલના સંબંધને લઇને સવાલ કરવામાં આવ્યા હતા જેના પર સુનીલ શેટ્ટીએ એક જ જવાબ આપ્યો હતો કે તેમના બાળકો હવે મોટા થઇ ગયા છે અને તે તેમના જીવનના નિર્ણય લઇ શકે છે.
અથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એક સાથે એક ઇન્ટરનેશનલ બ્રાંડને પ્રમોટ કરતા હતા. જયારે સુનીલ શેટ્ટીને આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જવાબ આપતા કહ્યુ કે, આ વિશે તેમના સાથે જ વાત કરવી જોઇએ. કારણ કે તે બંનેને બ્રાંડને પ્રમોટ કરવા માટે પસંદ કર્યા છે અને મને લાગે છે કે બંનેે સાથે સારા લાગે છે અને બંને તે એડમાં ગુડ લુકિંગ કપલ લાગે છે.
અથિયા શેટ્ટી રાહુલ સાથે ઇંગ્લેન્ડમાં હતી. ઇંગ્લેન્ડ ગયા પહેલા બીસીસીઆઇ સાથે વાતચીત દરમિયાન રાહુલે અથિયાને તેની ગર્લફ્રેન્ડ જણાવી હતી. આ દરમિયાન એરપોર્ટમાં બધા ખેલાડીઓ જેમની સાથે તે સફર કરી રહ્યા છે તેમના પાર્ટનરના નામ જણાવવાના હતા. રાહુલે તેના પાર્ટનરના નામમાં અથિયાનું નામ જણાવ્યુ હતુ.