90 ના દશકના સફળ અભિનેતાઓમાંના એક સુનિલ શેટ્ટીએ રોમાંસની લઈને એક્શન સુધી દરેક રોલમાં લોકોનું દિલ જીતી લીધું હતું. સુનિલ શેટ્ટી અમુક જ ફિલ્મો પછી દરેક કોઈના ફેવરિટ અભિનેતા બની ગયા હતા.જો કે સુનિલ શેટ્ટીના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેને ફિલ્મોથી બ્રેક લેવો પડ્યો હતો જો કે આ પરિસ્થિતિમાં પણ સુનિલે પોતાને ખુબ સારી રીતે સંભાળ્યા હતા.
View this post on Instagram
Sundays b like this!!! On the high of Off – Roading @mudskulladventure #mudskull2018 @ssubsingh
11 ઓગસ્ટ 1961 ના રોજ જન્મેલા શુનિલ શેટ્ટીએ 50ની ઉંમરમાં દમદાર બોડી બનાવીને દરેક કોઈને ચોંકાવી દીધા હતા. બોલીવુડમાં પોતાનો જલવો વિખેરનારા સુનિલ શેટ્ટી વિશે એ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે એક સફળ અભિનેતાની સાથે સાથે તે એક સફળ બિઝનેસમેન પણ છે.
View this post on Instagram
10 year + challenge.. ‘stronger, healthier and happier’ #10yearchallenge
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ અને લગ્ઝરી લાઇફસ્ટાઇલ માટે ફેમસ સુનિલ શેટ્ટી લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે.સુનિલ શેટ્ટી ભલે આગળના ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળતા ન હોય પણ બોલીવુડમાં તેની એક અલગ જ ઓળખ છે.
આ સિવાય ફિલ્મોમાં કામ કર્યા વગર જ આજે તે કરોડો-અરબોના માલિક છે.જાણકારી અનુસાર સુનિલ શેટ્ટી 10 મિલિયન ડોલરની પ્રોપર્ટીના માલિક છે.સુનિલ શેટ્ટી એક બેસ્ટ અભિનેતાની સાથે સાથે આજે એક સફળ બિઝનેસમેન પણ બની ચુક્યા છે અને દરેક દિવસ પોતાના બિઝનેસને વધારી રહ્યા છે.
લગ્ઝરી લાઈફ જીવે છે સુનિલ શેટ્ટી:
જો વાત અરબપતિઓની કરવામાં આવે તો સુનિલ શેટ્ટી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓથી ઓછા ધનવાન નથી.57 વર્ષના સુનિલ શેટ્ટી પાસે રેસ્ટોરેન્ટ્સના સિવાય પોતાનું પ્રોડક્શન હાઉસ ‘પોપકોર્ન મોશન પિક્ચર’ પણ છે.સુનિલ ખેલ, રક્ત અને ભાગમ ભાગ જેવી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી ચુક્યા છે.
સુનિલ શેટ્ટીનું FTC નામથી એક ઓનલાઇન વેંચર પણ છે જે બોલીવુડને અવનવું ટેલેન્ટ આપે છે. મુંબઈમાં સુનીલનું Mischief Dining Bar અને Club H20 ના નામથી ક્લબ પણ છે.આ સિવાય સુનિલની પત્ની માનાની પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર કંપની છે.માના એક એનજીઓ પણ ચલાવે છે.આ સિવાય તેનું એક હોમ ડેકોર સ્ટોર પણ છે.માના પોતાના પતિ સુનીલની બિઝનેસ મેનેજર પણ છે.
જણાવી દઈએ કે સુનિલ શેટ્ટીએ હોટેલ મેનેજમેન્ટથી અભ્યાસ કર્યો હતો, જેને લીધે માત્ર રેસ્ટોરેન્ટ જ નહિ પણ કપડાના બિઝનેસમાં પણ તે આગળ છે.તેનું એક ક્લોથીંગ બ્રેન્ડ પણ છે, આ સિવાય તે ક્રિએટિવ ક્રોસઓવર નામથી બુટિક પણ ચલાવે છે.
આ સિવાય સુનિલ શેટ્ટી મુંબઈ હીરોજ ક્રિકેટ ટીમના કૈપ્ટન પણ છે.સુનિલ શેટ્ટી પાસે બોક્સિંગમાં બ્લેક બેલ્ટ પણ છે.રિપોર્ટ્સના આધારે સુનિલ શેટ્ટી બિઝનેસ દ્વારા વર્ષના એક અરબ રૂપિયાની કમાણી કરી લે છે.
સુનિલ શેટ્ટીએ ઘણી ફિલ્મોમાં એક કારોબારીનો કિરદાર નિભાવ્યો છે પણ તે માત્ર ફિલ્મોમાં જ નહીં પણ અસલ જીવનમાં પણ એક સફળ કારોબારી બની ચુક્યા છે.સાઉથમાં પણ સુનિલ શેટ્ટીના રેસ્ટોરેન્ટસ છે જ્યા સાઉથનું સ્પેશિયલ વ્યંજન ઉડ્ડુપી મળે છે.આ બધા પરથી કહી શકાય છે કે સુનિલ શેટ્ટીની લાઇફસ્ટાઇલ કોઈ રાજાથી ઓછી નથી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks