બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટી આવ્યા ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં કર્યું આ ખાસ કામ, જુઓ વીડિયો

બોલીવુડના ઘણા બધા સેલેબ્સ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમને જોવા માટે ચાહકોના ટોળે ટોળા પણ ઉમટી આવતા હોય છે. ત્યારે હાલમાં જ બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેઓ અમદાવાદના મહેમાન બન્યા હતા.

સુનિલ શેટ્ટીના આમદાવાદ પહોંચવાથી લઈને પરત જવા સુધીની ઘણી બધી તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. સુનિલ શેટ્ટીને જોવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સુનિલ શેટ્ટીએ પણ ચાહકોનું અભિવાદન કર્યું હતું.

સુનિલ શેટ્ટી અમદાવાદના મોટેરામાં આવેલા જિમ લોન્જના ઓપનિંગ માટે આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, સુનિલ શેટ્ટીની હાજરીએ અમદાવાદીઓને ખુશ ખુશાલ કરી દીધા હતા, ચાહકો પણ સુનિલ શેટ્ટી સાથે સેલ્ફી લેવા માટે આતુર બન્યા હતા. સુનિલ શેટ્ટી પણ ચાહકોનું અભિવાદન જીલતા જોવા મળ્યા હતા

મોટેરાના જિમ લોન્જ પાસે સુનિલ શેટ્ટીને ખુલ્લી જીપમાં લઇ આવવામાં આવ્યા હતા, તેમના જીપની આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સુનિલ શેટ્ટી જયારે ઉદ્ઘાટન સ્થળ તરફ આવી રહ્યા હતા ત્યારે લોકો તેમને જોઈને બુમાબુમ પણ કરવા લાગ્યા અને હાથ હલાવવા લાગ્યા, જેના પ્રત્યુત્તરમાં સુનિલ શેટ્ટીએ પણ હાથ હલાવી ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ દરમિયાન સુનિલ શેટ્ટીની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સુનિલ શેટ્ટીની સુરક્ષા માટે બાઉન્સરોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તેમની હોટલથી લઈને ઉદ્ધઘાટન સ્થળ સુધી પહોંચવા દરમિયાન આયોજકો અને બાઉન્સરો તેમની સાથે પડછાયાની જેમ રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટી હાલ ફિલ્મોથી દૂર છે. અભિનેતા સુનિલ શેટ્ટી આજે ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ હંમેશા તે લાઇમલાઇટમાં છવાયેલો રહેતો હોય છે. તેની લાઇમ લાઇટમાં રહેવાનું કારણ પણ તેની લક્ઝુરિયસ લાઈફ છે. આજે ભલે ફિલ્મોમાં સુનિલ શેટ્ટી કામ નથી કરતો છતાં પણ દર મહિને કરોડો રૂપિયાની આવક જરૂર મેળવે છે.

સુનિલ શેટ્ટી ફિટનેસના મામલામાં આજે પણ ખુબ જ આગળ છે. તો તેના લક્ઝુરિયસ જીવનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. સુનિલ શેટ્ટીએ મુંબઈ શહેરના ઘોંઘાટથી દૂર ખંડાલામાં એક ખુબ જ આલીશાન વેકેશન હોમ બનાવ્યું છે. (તસ્વીર સૌજન્ય: મેક યાદવ)

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સુનિલ શેટ્ટીના ફિલ્મી કેરિયરમાં તો ઘણા ઉત્તર ચઢાવ આવ્યા પરંતુ સુનિલનો સાઈડ બિઝનેસ દિવસ-રાત પ્રગતિ કરી રહ્યો છે. સુનિલ શેટ્ટીની ઘણી રેસ્ટોરેન્ટ અને પત્ની માના શેટ્ટીના ડેકોર સેન્ટર છે. સુનીલની પત્ની માનાની પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર કંપની છે.

બીઝનેસ સિવાય તેમણે રમતના માધ્યમ દ્વારા પણ ઘણા પૈસા કમાયા છે. સુનિલ શેટ્ટીની હોટેલ “રોયલ ઈન” નામથી રેસ્ટોરેન્ટ ચેઈન પણ ચાલે છે. સાઉથમાં પણ સુનિલ શેટ્ટીનું રેસ્ટોરેન્ટ છે જ્યા સાઉથનું સ્પેશિયલ વ્યંજન ઉડ્ડુડપી પણ મળે છે.

Niraj Patel