લોકડાઉનના કારણે ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું અને ચાહકોએ ભરપૂર મનોરંજન મળી ગયું, ટીવી ઉપર રામાયણ અને સોશિયલ મીડિયામાં રામાયણ પાત્રો વિશેની અવનવી માહિતી જાણવા મળવા લાગી. થોડા દિવસ પહેલા જ જયારે કપિલ શર્મા શોમાં રામાયણના પાત્રો આવ્યા હતા ત્યારે કોઈએ કલ્પના પણ નહિ કરી હોય કે રામાયણનું પુનઃ પ્રસારણ આ રીતે શરૂ થશે અને ફરી એકવાર રામાયણ દર્શકોના હૃદયમાં રામ વસી ગયા.

હવે રામાયણમાં લક્ષ્મણનો અભિનય કરનાર સુનિલ લહેરીએ એક મજેદાર વાત શેર કરી છે, જેનો એક વિડીયો સુનિલ લ્હેરીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. અને આ વીડિયોમાં સુનિલે કેવી રીતે તેની ધોતી રામાયણના સેટ ઉપર ખુલી ગઈ હતી અને શત્રુજ્ઞએ કેવી રીતે તેની ધોતી સાચવી હતી એ વાત શેર કરી છે.

સુનિલે આ વિડીયોમાં કહેતા જોવા મળે છે કે કેવી રીતે તેમની ધોતી ખુલી ગઈ હતી, આ ત્યારની વાત છે જયારે અરુણ ગોવિલ (રામ), સંજય જોગ (ભરત અને સમીર રાજદા (શત્રુજ્ઞ) ગુરુકુલથી મહેલ પાછા આવવાનો સીન શૂટ કરી રહ્યા હતા. મહેલમાં પાછા આવતી વખતે બધા જ તેમનું સ્વાગત કરી રહ્યા હતા અને ત્યારે જ તેમની ધોત ખુલી ગઈ. જો કે કમરબંન્ધ ના કારણે તેમની ધોતી આખી ના નીકળી, ત્યારે તેમના પ્રતિભાવ ઉપર સમીર રાજદાએ પાછળથી તેમની ધોતી પકડી લીધી, જ્યાં સુધી આખું શૂટિંગ પૂરું ના થઇ ગયું.
Ramayan episode 3 behind the scene dhoti Aur snaan Ka Rahasya pic.twitter.com/8AzsuTJtAh
— Sunil lahri (@LahriSunil) May 7, 2020
ત્યાં જ બીજો એક કિસ્સો જણાવતા સુનિલે કહ્યું કે જયારે ચારેય ભાઈઓને ઉબટન લગાવવામાં આવી રહ્યું હતું ત્યારે તેમને ગલીપચી થઇ રહી હતી, જયારે ઉબટન લગાવતી વખતે હાથ બગલની અંદર ચાલ્યો જતો હતો અને ત્યારે ગલીપચી થતી હતી. જેના કારણે શૂટિંગમાં પણ મુશ્કેલી આવતી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.