લોકડાઉનમાં રામાયણ ફરી એકવાર લોકોની માંગ પર દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવ્યું. લોકોને પણ રામાયણ જોવાની મજા આવી રહી છે અને લોકોની જૂની યાદો તાજી થઇ રહી છે. પણ રામાયણ ફરી પ્રસારિત થવાના કારણે તેના પાત્રો પણ ચર્ચામાં આવી ગયા છે.

રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણનો રોલ કરનાર સુનિલ લહરી લોકડાઉન વચ્ચે શૂટિંગ દરમિયાનના ઘણા કિસ્સાઓ શેર કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘રામાયણ’ના ચોથા એપિસોડના શૂટિંગ દરમિયાન શું બન્યું હતું. સુનિલ લહરીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જણાવી રહ્યા છે કે જ્યારે અમે જનક મહારાજને નમન કરવા ટીમની આગળ માથું નમાવતા તો મારો તાજ વારેવારે પડી જતો હતો. પછી એ સીન શૂટ કરવા માટે એમના તાજમાં પેકીંગ લગાવવામાં આવ્યું જેથી એ ફિટ થઇ જાય તો વારેવારે પડે નહિ. એ પછી એ સીન શૂટ કરવામાં આવ્યો હતો.

બીજો એક મજાનો કિસ્સો શેર કરતા સુનીલ લહરીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ રામ અને સીતાના મિલનના સીનનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને આ સીનને બગીચામાં શૂટ કરવાનો હતો, પરંતુ એક કૂતરું વચ્ચે-વચ્ચે ક્યાંકથી આવી જતું હતું જેનાથી આખો સીન ખરાબ થઇ જતો હતો. કુતરાના વારંવાર વચ્ચે આવી જવાના કારણે આસપાસ કેટલાક લોકોને ઉભા કરી દેવામાં આવ્યા અને એ પછી એ શોટ પૂરો કર્યો હતો.
Ramayan episode 4 ke shooting ke dauran Ke Kise pic.twitter.com/RyegdT9KCl
— Sunil lahri (@LahriSunil) May 8, 2020
સુનિલ લહરીએ કહ્યું કે જ્યારે ચોથા એપિસોડમાં શૂટિંગ દરમિયાન તેણે વિશ્વામિત્રના પગ દબાવવાના હતા, તો વિશ્વામિત્રનું પાત્ર ભજવનાર કલાકારને મજા આવી રહી હતી અને એ ઘણો સમય લેતો હતો. આ સમયે સુનિલે તેના પગના તળિયામાં ગલીપચી કરવાનું શરૂ કરી દીધું, જેથી એ વધુ સમય ન લે અને શૂટિંગ સમયસર પૂર્ણ થઈ શકે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.