‘તારક મહેતા….’ના દિગ્ગજ અભિનેતાનું 40 વર્ષની વયે નિધન, છેલ્લી પોસ્ટ વાંચી લોકો હચમચી ગયા

ગુજરાતીઓનો ફેવરિટ ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સહીત ઘણી બધી હિન્દી અને મરાઠી સિરિયલોથી દર્શકોનું મનોરંજન કરનારા એક્ટર સુનીલ હોલકરનું નિધન થયું છે. તમને જણાવી દઈએ કે તેઓની ઉમર 40 વર્ષ હતી અને ફેમિલીમાં માતા, પિતા, પત્ની અને બે બાળકો છે.

તેમણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ગોષ્ટ એકા પૈઠાણીચી માં કામ કર્યું હતું. તેઓ નાટક, ફિલ્મો અને ટીવી સિરિયલ્સ એમ ત્રણેય માધ્યમોથી દર્શકોનું મનોરંજન કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેતા સુનિલ છેલ્લા ઘણા સમયથી લિવર સોરાયસિસથી પીડિત હતા. તેમણે સારવાર પણ શરૂ કરી હતી.

પરંતુ શુક્રવારે 13 જાન્યુઆરીએ તેમનું નિધન થયું. તારક મહેતા…શોમાં તેમણે ભજવેલા પાત્રને દર્શકો આજે પણ યાદ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેમસ અભિનેતા સુનીલને મૃત્યુ થશે તેવો અહેસાસ થઈ ચુક્યો હતો. તેથી તેણે અભિનેતાએ ફ્રેન્ડને સોશિયલ મીડિયા વોટ્સએપ સ્ટેટસ પર પોતાનો છેલ્લો મેસેજ શેર કરવા કહ્યું,

જ્યાં તેમણે લખ્યું કે ‘આ હવે તેમની છેલ્લી પોસ્ટ છે. તે બધાને અલવિદા કહેતા પહેલા મળેલા પ્રેમ માટે આભાર માનવા માંગે છે અને જો તેમણે કોઈ ભૂલ કરી છે, તો તે માફી માંગે છે અને તેનો મેસેજ તેના મિત્ર દ્વારા તેના વતી પોસ્ટ કરવામાં આવી રહ્યો છે.સુનીલ હોલકરે અશોક હાંડેની ચૌરંગ નાટ્ય સંસ્થામાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું.

તેઓ ખાસ કરીને એક અભિનેતા અને કથાકાર તરીકે જાણીતા હતા. તેમણે 12 વર્ષથી વધુ સમય સુધી રંગભૂમિના માધ્યમથી રંગભૂમિની સેવા કરી હતી. આ ફેમસ અભિનેતાના નિધનથી તેઓના ફેન્સ માટે મોટો આંચકો છે.

YC