કોમેડિયન સુનિલ ગ્રોવર રસ્તા ઉપર પાથરણું પાથરીને વેચી રહ્યો છે સામાન, સોશિયલ મીડિયામાં વાયરલ થયો ફની વીડિયો

સેલેબ્રિટીઓની લ;આઈફા સ્ટાઇલ વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. તમેનું શાહી જીવન જોઈને કોઈની પણ આંખો અંજાઈ જાય. પરંતુ ઘણીવાર સેલેબ્સ એવા કામ પણ કરતા હોય છે જેના કારણે તે ચર્ચામાં પણ આવી જતા હોય છે. હાલ કોમેડિયન સુનિલ ગ્રોવરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રસ્તા વચ્ચે પાથરણું પથારી અને સામાન વેચતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને સુનિલે જ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

હાલમાં જ તેણે એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોયા પછી તમે પણ હસવાનું રોકી નહીં શકો. આ વીડિયોમાં તેણે ફૂટપાથ પર એક દુકાન બનાવી છે, જેમાં આર્ટિફિશિયલ માળાઓ અને અન્ય વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જો કોઈ ગ્રાહક સુનિલને આ વસ્તુ ખરીદવાનું કહે છે તો તે તેને વેચવાની ના પાડી રહ્યો છે. સુનીલ ગ્રોવર વીડિયોમાં કહે છે કે બધું અંગત છે. આ વેચાણ માટે નથી. વિચારવા જેવી વાત એ છે કે જો સામાન અંગત છે તો રસ્તા પર દુકાન કેમ ઉભી કરી?

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુનિલ રસ્તાની બાજુમાં મહિલાઓના હાર લઈને બેઠા છે, પરંતુ જેવી મહિલા તેમની પાસેથી હાર લેવા આવે છે તો તેઓ આપવાનો ઈન્કાર કરી દે છે. સુનીલ કહે છે કે આ વેચાણ માટે નથી, ફક્ત પોતાના માટે રાખવામાં આવ્યા છે. જે બાદ મહિલા સંમત થતી નથી. તે કહે છે કે સારું આપો, આ પછી પણ સુનિલ વારંવાર આપવાની ના પાડે છે અને કહે છે કે આ બધું વ્યક્તિગત છે, તે મારું છે, તે વેચાણ માટે નથી.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

સુનીલ ગ્રોવરનો આ ફની વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમજ તેના ચાહકો આ વીડિયોને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે હું મારું હાસ્ય રોકી શકતો નથી. બીજાએ લખ્યું વાહ શું સરસ સંગ્રહ છે. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, સર, શું વાત છે સર, કોઈને કંઈ ન આપો, બધું તમારા માટે રાખો.

Niraj Patel