સાઉથ સિનેમાના મશહૂર હસ્તીએ 50 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, ત્રણ દિવસ પહેલા જ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ

નવા વર્ષે ફરી આવ્યા દુઃખદ સમાચાર, 50 વર્ષની નાની ઉંમરે સાઉથની મોટી હસ્તીનું થયું નિધન, આખી ઇન્ડસ્ટ્રી ધ્રુજી ગઈ

સાઉથ સિનેમામાંથી એક દુખદ ખબર સામે આવી રહી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રસિદ્ધ આર્ટ ડાયરેક્ટર સુનિલ બાબુનું નિધન થઇ ગયુ છે. સુનીલ બાબુ 50 વર્ષના હતા. નિર્દેશકે બેંગ્લોર ડેઝ, ગજની સહિત અનેક મોટી ફિલ્મો પર કામ કર્યુ હતુ. આ સમયે તે થલપતિ વિજયની ફિલ્મ ‘વરિસૂ’ માટે ચર્ચામાં હતા. આર્ટ ડાયરેક્ટરના નિધનની જાણકારી ફિલ્મકાર અંજલી મેનને આપી, જે બાદ પૂરી ઇન્ડસ્ટ્રીમાં શોક ફેલાઇ ગયો.

સુનીલ બાબુનું કાર્ડિયાક અરેસ્ટને કારણે ગુરુવારે રાત્રે નિધન થઇ ગયુ. રીપોર્ટ્સ પ્રમાણે ત્રણ દિવસ પહેલા તેમને પગમાં સોજાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મલયાલમ, તેલુગુ, તમિલ અને હિંદીમાં આર્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનરના રૂપમાં કામ કર્યુ છે. તેમણે આર્ટ ડાયરેક્ટર સાબૂ સિરિલના સહાયક રૂપમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.તેમને ઘણા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

તેમણે હિંદી ફિલ્મો સિંગ ઇઝ કિંગ, એમએસ ધોની, પા, લક્ષ્ય, સ્પેશિયલ 26 જેવી ફિલ્મોમાં પોતાનું કામ બતાવ્યુ. આ ઉપરાંત તેમણે હોલિવુડ ફિલ્મ રોઝ માટે આર્ટ ડાયરેક્શન પણ કર્યુ. તેમના નિધન પર સાઉથ સિનેમાના મોટા મોટા સેલેબ્સ શોક વ્યક્ત કરી રહ્યા છે. દુલકર સલમાને ઇન્સ્ટા પર સુનિલ બાબુની તસવીર શેર કરી દુખ ભરેલી નોટ લખી.

તમને જણાવી દઇએ કે, દુલકર સલમાને સુનિલ બાબુ સાથે બેંગ્લોર ડાયરીઝ અને સીતા રામમ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. મલયાલમ ફિલ્મોની મશહૂર ફિલ્મકાર અંજલી મેનને પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સુનિલ બાબુ કુન્નમથનમના રહેવાસી થંકપ્પન નાયર અને સરસ્વતીના દીકરા હતા. તેમના પરિવારમાં પત્ની પ્રેમા અને દીકરી આર્યા સરસ્વતી છે.

Shah Jina