મનોરંજન

સેલ્ફ લેનાર ફેન્સ પાસેથી સુનિલ શેટ્ટીએ ખેંચી લીધો ફોન, પછી થયું કંઈક આવું- જુઓ વિડીયો

આજે બોલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહેતા હોય છે. બૉલીવુડ સેલેબ્સના તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા જ આવતા વાયરલ થઇ જાય છે. બૉલીવુડ એક્ટર સુનિલ શેટ્ટી સોશિયલ મીડિયામાં વધારે એકટિવ રહેતાના હોય પરંતુ તેના વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty_Fc (@suniel.shetty_fc) on

હાલમાં જ સુનિલ શેટ્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા આ વિડીયોમાં સુનિલ શેટ્ટીસેલ્ફી લઇ રહેલા તેના એક ફેન સાથે મસ્તી કરતા જોવા મળે છે. વીડિયોમાં સુનિલ શેટ્ટીનો આ ફની અને મસ્તીભર્યો અંદાજ તેના ફેન્સને બહુજ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by amit (@djmitreal) on

વિડીયોમાં જોઈ શકાય છે કે, સુનિલ શેટ્ટી બધી બાજુથી ફેન્સથી ઘેરાયેલા હોય છે. તે પૈકી એક ફેન્સ સેલ્ફી લેવાની કોશિશ કરે છે. ફેન્સ સુનિલ શેટ્ટી સાથે તસ્વીર ખેંચવા માટે આગળ આવે છે ત્યારે સુનિલ શેટ્ટી સેલ્ફી લેવાની બદલે તેનો ફોન લઈને તેના ખિસ્સામાં નાખી દે છે. જેને જોઈને આસપાસના ફેન્સ હસવા લાગે છે. સુનિલ શેટ્ટી તુરંત જ ફેન્સને ફોન આપી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Glamour Alert (@glamouralertofficial) on

સુનિલ શેટ્ટીનો આ વિડીયો djmitreal ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. સુનિલ શેટ્ટીના આ અંદાજને લોકો બહુજ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty_Fc (@suniel.shetty_fc) on

સુનિલ શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સુનિલ શેટ્ટીએ થોડા દિવસ પહેલા ‘પહેલવાન’થી સાઉથ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી સાથે કિચ્ચા સુદીપ અને આકાંક્ષા જેવા કલાકારો લીડરોલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty_Fc (@suniel.shetty_fc) on

બૉલીવુડ ફિલ્મની વાત કરવામાં આવે તો સુનિલ શેટ્ટી ‘મુંબઈ સાગા’માં જોવા મળશે. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, જોન અબ્રાહમ, અનિલ કપૂર, કાજલ અગ્રવાલ, પ્રતીક ગબબર, સુનિલ શેટ્ટી, ગુલશન ગોવર, પંકજ ત્રિપાઠી, રોહિત રોય, અમોલ ગુપ્તે અને સમીર સોની જેવા કલાકારો લીડરોલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty_Fc (@suniel.shetty_fc) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.