મનોરંજન

ફિલ્મો વગર પણ વર્ષના 100 કરોડની કમાણી કરી લે છે સુનિલ શેટ્ટી, જુઓ કેવી શાહી લાઈફ જીવે છે અન્ના

11 ઓગસ્ટ 1969 ના રોજ જન્મેલા અભિનેતા શુનિલ શેટ્ટી 59 વર્ષના થઇ ચુક્યા છે. આ ઉંમરે પણ તેની ફિટનેસ અને દમદાર બોડી એટલું લાજવાબ છે કે તેની સામે તેની ઉંમર પણ નાકામ છે.

Image Source

28 વર્ષ પહેલા સુનિલ શેટ્ટીએ વર્ષ 1992 માં ફિલ્મ ‘બલવાન’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. પોતાની કારકિર્દીમાં તેમણે એકથી એક શાનદાર ફિલ્મો કરી હતી. પોતાની સ્ટાઇલ અને ડાઈલોગને લીધે સુનિલ દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.

Image Source

એક સમયે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની અદાઓ પર ફિદા એવા સુનિલ શેટ્ટી હાલ ફિલ્મોથી દૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ સુનિલ વર્ષના 100 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે.

Image Source

સુનિલ શેટ્ટી પૉપકોર્ન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામથી એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જેના દ્વારા તેને ખુબ કમાણી થાય છે. તેના પ્રોડક્શન હાઉસ દ્વારા ખેલ-નો ઓડીનરી ગેમ, રક્ત અને ભાગમ ભાગ જેવી ફિલ્મો પ્રોડ્યુસ થઇ ચુકી છે.

Image Source

સુનિલ શેટ્ટીના મુંબઈમાં બે રેસ્ટોરેન્ટસ પણ છે, જેના દ્વારા તેને લાખોની કમાણી થાય છે. તેની રેસ્ટોરેન્ટસનું નામ મિસચીફ ડાઇનિંગ બાર અને ક્લબ એચટુઓ છે.સુનીલનું સાઉથમાં પણ લાજવાબ રેસ્ટોરેન્ટ છે.

Image Source

સુનિલ શેટ્ટી એડવેન્ચર પાર્કના પણ કો-ઓનર છે. સુનીલનું આર હાઉસ નામથી લગ્ઝરી ફર્નિચર અને હોમ લાઈફસ્ટાઇલ સ્ટોર છે, જેને તેણે વર્ષ 2013 માં પોતાની પત્ની માના ના નામથી શરૂ કર્યું હતું.

Image Source

સુનિલ શેટ્ટીએ રિયલ એસ્ટેટ બિઝનેસ પણ ખોલી રાખ્યો છે, તેણે રિયાલિટી અને ડેવલપર્સ  પ્રાઇવેટ લિમિટેડ નામથી રિયલ એસ્ટેટ કંપની બનાવી છે.

Image Source

મીડિયા રિપોર્ટના આધારે ફિલ્મોને બાદ કરતા માત્ર બિઝનેસથી જ સુનિલ વર્ષની 100 કરોડ જેટલી કમાણી કરી લે છે.

Image Source

સુનીલનું ખંડાલામાં લગભગ 6200 વર્ગફૂટ માં ફેલાયેલું લૈવીશ ફાર્મહાઉસ પણ છે. જેમાં પ્રાઇવેટ ગાર્ડન, સ્વિમિંગ પુલ, ડબલ હાઈટનો લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચનની વ્યવસ્થા છે.

Image Source

સુનીલને પાલતુ પ્રાણીઓનો પણ ખુબ જ શોખ છે ખાસ કરીને કુતરાઓ. સુનીલના ફાર્મહાઉસ પર તેણે અનેક કુતરાઓ પાળી રાખ્યા છે જેની સાથે તે સમય વિતાવવાનું ખુબ પસંદ કરે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.