જીવનશૈલી મનોરંજન

ક્રિકેટર બનવા માંગતો હતો સુનિલે શેટ્ટી, ફિલ્મો ઉપરાંત આ રીતે કરે છે કરોડોનો વ્યાપાર

બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં સુનિલ શેટ્ટીનું પણ એક આગવું નામ છે. તે આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળે છે. બોલીવુડમાં તેને અન્નાના નામથી ઓળખવામાં આવે છે. સુનિલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961માં કર્ણાટકના મૈસૂરમાં થયો હતો. આજે ભલે તેનું બોલીવુડમાં ખુબ મોટું નામ હોય પરંતુ તે ક્રિકેટર બનાવ માંગતો હતો. ફિલ્મો ઉપરાંત તેનું હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ જ મોટું નામ છે. ચાલો જોઈએ તેના જીવન વિશે જોડાયેલી ખાસ વાતો.

Image Source

સુનિલ શેટ્ટીએ 1992માં આવેલી ફિલ્મ “બલવાન” દ્વારા બોલીવુડમાં પગ મુક્યો હતો. તેની પહેલી ફિલ્મમાં તેની અભિનેત્રી દિવ્યા ભારતી હતી. રિપોર્ટ પ્રમાણે સુનિલ સાથે કોઈપણ અભિનેત્રી કામ કરવા નહોતી માંગતી કારણે કે તે ઇન્ડસ્ટ્રીમાં નવો હતો.

Image Source

વર્ષ 1994માં આવેલી ફિલ્મ મોહરા તેના માટે ખુબ જ સફળ સાબિત થઇ. બોલીવુડમાં તેને બીજી ફિલ્મો પણ મળવા લાગી. અને તે ધીમે ધીમે એક્શન હીરો તરીકે ઓળખાવવા લાગ્યો. આ ઉપરાંત તેને “હેરાફેરી” દે ધના ધન” જેવી ફિલ્મોમાં એક કોમેડિયન તરીકે કામ કરીને પણ લોકોને ખુબ હસાવ્યા.

Image Source

વર્ષ 2001માં આવેલી ફિલ્મ “ધડકન” માટે તેને બેસ્ટ ખલનાયક તરીકેનો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો. એક દશક સુધી બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યા બાદ તેનું કેરિયર નીચે જવા લાગ્યું. તેની ઘણી ફિલ્મો ફ્લોપ થવા લાગી જેના કારણે ફિલ્મ મેકર્સે તેમને મલ્ટી સ્ટારર કાસ્ટ સાથે ફિલ્મોમાં ઉતારવાનું પસંદ કર્યું.

Image Source

છેલ્લા થોડા સમયથી તે ફિલ્મોમાં ઓછો દેખાય છે. અને ગણતરીની ફિલ્મોમાં જ કામ કરતો જોવા મળે છે. હાલમાં તે પોતાના વ્યવસાય ઉપર પૂરતું ધ્યાન આપી રહ્યો છે. સુનિલ શેટ્ટીએ પુણેની અંદર હેલ્થ અને ફિટનેસ સ્ટાર્ટ અપમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તેની એક પ્રોડક્શન હાઉસ કંપની પોપકોર્ન મોશન પિક્ચર પણ છે. આ ઉપરાંત સુનીલનું મુંબઈમાં મોટું રેસ્ટોરન્ટ/હોટેલ બિઝનેસ પણ છે.

Image Source

સુનીલના અંગત જીવનને જોઈએ તો તેને નવ વર્ષના લાંબા રિલેશન પછી પોતાની ગર્લફ્રેન્ડ માના સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 1991માં સાત ફેરા લીધા હતા. એ સમયે સુનિલ બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી રહ્યો હતો. માના ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર કંપની ચલાવે છે. સુનિલ અને માનાના બે બાળકો પણ છે. અથિયા શેટ્ટી અને અહાન શેટ્ટી. અથિયા ઘણી ફિલ્મો કરી ચુકી છે જયારે અહાન જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.