ખબર

પતિથી અલગ થઇ આ સૌથી ફેમસ બોલિવૂડ સિંગર? 8 વર્ષનું લગ્નજીવન થયું વેર-વિખેર થયું? જાણો સચ્ચાઈ

બોલિવુડની જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ છેલ્લા કેટલાક દિવસોથી તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, સુનિધિના પતિ અને મ્યુઝિક કમ્પોઝર હિતેશ સોનિક સાથેના સંબંધો બરાબર નથી ચાલી રહ્યા અને બંને અલગ થવાનો વિચાર કરી રહ્યા છે.

સુનિધિએ જવાબ આપવાનો કર્યો ઇનકાર
જો કે હજી સુધી સુનિધિએ આ વિશે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. સુનિધિને આ વિષય પર પુચ્છવામાં આવ્યું તો તેણે કોઇપણ પ્રકારનો જવાબ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. સુનિધિએ કોઈ નિવેદન ન આપવાના કારણે આ અફવાઓને વધુ જોર પકડ્યું છે.

પતિએ કરી સ્પષ્ટતા
સુનિધિ કે તેના પતિનું નિવેદન બહાર ન આવતા અને ઘટનની ગંભીરતાને સમજીને હિતેશ સોનિક બહાર આવ્યો અને આ અહેવાલોને ખારિજ કર્યા છે. તેઓ વચ્ચે બધુ બરાબર જ છે. તેવું કહ્યું છે.

પતિએ કહ્યું- અમે ખુશ છીએ
હિતેશ સોનિકે અત્યારે સંભળાતી વાતોને અફવાઓ ગણાવી છે. તેનો અંત લાવતા હિતેશે કહ્યું કે, સુનિધિએ આ વિશે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેમણે વિચાર્યું હશે કે નિવેદન આપવું કે આ પાયાવિહોણા સમાચારો વિશે વિચારવું નકામું છે. અમે બંને એક સાથે એક જ ઘરમાં રહીએ છીએ, અને અમે ખુશ છીએ.

હું ઘરકામમાં વ્યસ્ત છુઃ હિતેશ
લોકડાઉન દરમિયાન, હું ઘરકામ કરવામાં અને અખબારો વાંચવામાં વ્યસ્ત છું. આ સમય દરમિયાન પણ અમે અમારા કામને વહેંચી દીધા છે. હિતેશે વધુમાં મજાકમાં કહ્યું કે, કદાચ સુનિધિ તેના ઘરના કામકાજથી ખુશ નથી તેથી આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે.

મતભેદ હોવાનું જાણવા મળ્યું
થોડા દિવસો પહેલા સુનિધિ હિતેશ અને તેના કેટલાક મિત્રો સાથે રજા પર ગોવા ગઈ હતી. ત્યાંથી પાછા આવ્યા બાદથી આવી અફવાઓ સતત ફેલાઈ રહી છે કે બંનેના સંબંધોમાં વધારો થયો છે. ફરીને આવ્યા બાદ મતભેદો હોવાનું સામે આવ્યું છે.

બંને અલગ રહેતા હતા
જો કે, બંનેમાંથી કોઈએ પણ તેમના વચ્ચે મતભેદ હોવાનો સ્વીકાર્ય કર્યો નથી. તે સાથે જ બંનેના પરિવારજનો કે નજીકના મિત્રોએ પણ આ વાત પર ચુપી સાધી છે. પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બંને થોડા સમયથી અલગ રહેતા હતા.

હિતેશ સાથે બીજા લગ્ન
નોંધનીય છે કે સુનિધિ ચૌહાણે બીજી વખત હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા હતા. જી, હાં આ પહેલા તેણે 18 વર્ષની ઉંમરે 2002 માં દિગ્દર્શક અને સંગીતકાર બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, એક વર્ષમાં જ બંનેના સંબંધોમાં તિરાડ આવી ગઇ અને સુનિધિ બોબી ખાનથી અલગ થઇ ગઇ.

એક વર્ષ ડેટ કર્યા બાદ કર્યા લગ્ન
બોબી સાથે ડિવોર્સ લીધા બાદ સુનિધિએ હિતેશ સોનિકને ડેટ કરવાનું શરુ કર્યું હતું. તેઓ વચ્ચે સારુ બોન્ડિંગ હોવાથી બંનેએ એક વર્ષ બાદ લગ્ન સંબંધે જોડાવાનું નક્કી કર્યું. વર્ષ 2012માં સુનિધિએ હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા.

બંનેનો એક દીકરો પણ છે
હિતેશ સાથે લગ્ન કર્યા બાદ સુનિધિ ખુબ જ ખુશ હતી. તે અવરનવાર પતિ સાથે મજાક-મસ્તિવાળા ફોટોઝ અપલોડ કર્યા કરે છે. વર્ષ 2018માં સુનિધિએ દીકરાને જન્મ પણ આપ્યો. સુનિધિના લાડલાનું નામ ટેઘ સોનિક(Tegh Sonik) છે.

આ ગીતે અપાવી ઓળખ
સુનિધિ બોલિવુડની જાણીતી સિંગરમાંથી એક છે, તેણે સફળતાનો સ્વાદ બાળપણમાં જ ચાખી લીધો હતો. જી, હાં વર્ષ 1995માં તે સારેગામા લિટલ વન્ડર્સની વિજેતા બની હતી. ત્યાર બાદ 1999માં ફિલ્મ મસ્તથી તેને બ્લેબેક સિંગર તરીકેની તેની ઓળખ બની હતી.

ત્યાર બાદ સુનિધિએ અનેક સોંગ ગાયા છે. અને આજે તે ટોચના ગાયકોની શ્રેણીમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, સુનિધિ ટેલિવિઝન પર આવતા સિંગિંગ શો જજ પણ કરે છે.