“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં કોના કારણે નથી આવી રહી ‘દયાભાભી’, ભાઈ સુંદરલાલે કર્યો મોટો ખુલાસો

અસિત મોદીએ બે હાથ જોડીને ‘સુંદર’ને કરી આજીજી કહ્યું કે હવે તો ‘દયાબેન’ ને મોકલો, સુંદરલાલે કર્યો મોટો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના પરત ન આવવા માટે પ્રોડ્યુસર આસિત મોદીએ તેના ભાઇ સુંદરલાલને જવાબદાર ઠેરવ્યો છે.હાલમાં જ જેઠાલાલની નવી ગડા ઈલેક્ટ્રોનિક શોમાં લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે શોના નિર્માતા અસિત મોદી, અભિનેતા દિલીપ જોષી અને મયુર વાકાણીએ મીડિયા સાથે વાત કરી હતી. દયાબેનના પરત ફરવાના જવાબમાં મયુરે કહ્યું હતું કે, “માય ડિયર આસિત સાહેબ. જ્યાં સુધી માતા પરવાનગી નહીં આપે ત્યાં સુધી મારી બહેન નહીં આવે.”

Image source

તેણે કહ્યું કે, હું દયાબેનના પરત આવવા અંગે જવાબ આપીને થાકી ગયો છું. આના પર મયૂરે કહ્યું, “તમારે ફરી એકવાર ઘરે આવવું પડશે, માતાજીને મળો. મા તમને મળશે.” આસિતે વાતચીતમાં વિક્ષેપ પાડ્યો અને પ્રશ્ન પૂછ્યો કે શું તેઓ જાણે છે કે ગડા પરિવારની શું હાલત છે ? આટલું જ નહીં, અસિત મોદીએ ત્યાં સુધી કહ્યું કે જ્યારે તમે લગ્ન કરશો ત્યારે તમને ખબર પડશે કે તે કેટલું મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

જવાબમાં મયુરે કહ્યું, “હું સમજું છું. હું માય ડિયર જીજાજીની હાલત જાણું છું, હું તેમને નારાજ થતા જોઈ શકું છું.” જ્યારે આસિત મોદીએ મયુર વાકાણીને દયાબેનને પાછા લાવવા વિનંતી કરી ત્યારે તેણે કહ્યું, “હું વાત કરું છું. ચિંતા ના કરો. હું તમારી સ્થિતિ સમજી શકું છું.” આ પછી અસિત મોદીએ મજાકમાં બધાને અમદાવાદ જઈને દિશા વાકાણીને શોમાં પાછા ફરવા વિનંતી કરી.જો કે, આ બધું રમુજી રીતે થયું.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

જણાવી દઇએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનું પાત્ર છેલ્લા પાંચ વર્ષથી ગાયબ છે. ઘણી વખત એવા અહેવાલો આવ્યા છે કે ટૂંક સમયમાં નિર્માતા આ પાત્રને શોમાં પરત લાવવાના છે. પરંતુ દરેક વખતે તે માત્ર સમાચાર પૂરતું જ સીમિત હતું. હાલમાં જ આસિત મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે દિશા વાકાણી શોમાં પરત નહીં ફરે. તેણે એમ પણ કહ્યું કે દયાબેનના નવા પાત્ર માટે ઓડિશન શરૂ થઈ ગયા છે.

Shah Jina