ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દયાબેન ઉર્ફે દિશા વાકાણીના ભાઇ સુંદરલાલ એટલે કે મયૂર વાકાણી હાલમાં જ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા.

કોવિડ-19ના લક્ષણ દેખાતા સુંદરલાલે અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હાલમાં જ તેમની પત્ની હેમાલી વાકાણીના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. પરંતુ તેમને કોરોનાના કોઇ લક્ષણ નથી. તેઓ અસિમ્ટોમેટિક હોવાને કારણે હોમ ક્વોરેન્ટાઇન થયા છે.
મયૂર વાકાણીના કોરોના પોઝિટિવ થયા બાદ તેમની પત્ની હેમાલી વાકાણીએ ઇટાઇમ્સને જણાવ્યુ હતુ કે, તેમને અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણેે કહ્યુ, તેઓ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના કેટલાક એપિસોડ શુટ કર્યા બાદ 7 માર્ચે પાછા આવ્યા હતા. કેટલાક દિવસ બાદ તેમનામાં લક્ષણ દેખાયા.

તેમણે વધુમાં કહ્યુ કે, શરૂઆતમાં અમને લાગ્યુ કે, ટ્રાવેલિંગને કારણે આમ થયું, પરંતુ બાદમાં કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યા બાદ રીપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમને 11 માર્ચે અમદાવાદમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

મયૂર વાકાણીની તબિયત હાલ ઠીક છે, એકવાર ફરી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને તે બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે.