નવા અંજલિ ભાભીનો આ ડાન્સ વીડિયો જોઈને ચાહકો થઇ ગયા ખુશખુશાલ
ટીવીના સૌથી ખ્યાતનામ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના પાત્રો પણ ઘણા જ પ્રખ્યાત છે. આ શોની અંદર હાલમાં જ જોવા મળેલા નવા અંજલિ ભાભી સુનૈના ફોજદાર પોતાના અભિનયથી તો લોકોને દીવાના બનાવી જ રહ્યા છે, સાથે સાથે તે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ જ એક્ટિવ જોવા મળે છે. તે પોતાની તસવીરો અને વીડિયોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હાલ તેમને ફિલ્મ “કુલી નંબર 1″ના એક ગીત “હુસ્ન હૈ સુહાના” ઉપર શાનદાર ડાન્સ કર્યો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
સુનૈના ફોજદારે આ ગીતનો વીડિયો બનાવીને પોતાના ઇન્સટાગ્રામ ઉપર શેર કર્યો છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. સુનૈના ફોજદારના ડાન્સમાં ચાહકોને કરિશ્મા કપૂરની યાદ આવી ગઈ, કારણ કે સુનૈનાના ડાન્સમાં કરિશ્માની ઝલક જોવા મળી રહી છે.
View this post on Instagram
ગઈકાલે જ ક્રિસમસ ઉપર વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ “કુલી નંબર 1” રિલીઝ થઇ છે. 90ના દાયકામાં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ “કુલી નંબર 1″ની આ રીમિક ફિલ્મ છે. ગોવિંદા અને કરિશ્માએ ખુબ જ સુંદર ડાન્સ કર્યો હતો. હવે સુનૈનાના આ ડાન્સની અંદર કરિશ્માની ઝલક ચોક્કસ દેખાઈ આવે છે.
View this post on Instagram
સુનૈના આ વીડિયોની અંદર પીળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. સાથે જ તેને કેપશનમાં પોતે 90ના દશકનું બાળક હોવાનો ગર્વ પણ વ્યક્ત કર્યો છે. અને સાથે એટલા માટે જ ડાન્સ અને અભિનય પ્રત્યે લગાવ થયો હોવાનું પણ જણાવ્યું છે.
View this post on Instagram
ખાસ વાત એ છે કે આ વીડિયો ઉપર તેના ચાહકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને તેના ડાન્સની પણ પ્રસંશા કરી રહ્યા છે. તો તારક મહેતામાં તેના અભિનયને લઈને પણ સુનૈનાની ખુબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે.