“તારક મહેતા”ના અંજલી ભાભી ઉર્ફે સુનૈના ફોજદારની પિંક બિકીમાં તસવીરો થઇ વાયરલ, બોલ્ડ અંદાજના ચાહકો થયા દીવાના

અંજલી ભાભીનો બિકિ અવતાર જોઈને થઇ જશો દીવાના…જુઓ

સબ ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 13 વર્ષથી દર્શકોનું સતત મનોરંજન કરતો રહ્યો છે.

આ શોમાં છેલ્લા કેટલાક સમયમાં બદલાવ આવ્યા છે. કોરોના મહામારીને કારણે લોકડાઉન બાદ ફરીથી શરૂ થયેલ શોમાં કેટલાક સ્ટાર્સ નવા જોડાયા છે. કેટલાક પાત્રો શો છોડીને જતા રહ્યા છે અને તેમની જગ્યાએ કેટલાક નવા પાત્રો આવ્યા છે. તેઓ પણ હવે દર્શકો વચ્ચે તેમની જગ્યા બનાવવામાં સફળ થયા છે.

ત્યારે અંજલી ભાભીનું પાત્ર નિભાવનાર નેેહા મહેતા ઘણા સમય પહેલા આ શોને અલવિદા કહી ચૂકી છે અને તે બાદ નેહા મહેતાની જગ્યાએ હવે સુનૈના ફોજદાર આ શોમાં અંજલી ભાભીનું પાત્ર નિભાવી રહી છે. સુનૈના ફોજદાર સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. શોમાં સીધા સાદા લગતા અંજલિ ભાભી અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ પર્સનાલિટી ધરાવે છે. તેઓ શોમાં સલવાર સૂટમાં જોવા મળે છે, પરંતુ અસલ જીવનમાં તેઓ ઘણા ગોર્જિયસ અને બોલ્ડ છે.

સુનૈનાની હાલમાં કેટલીક જૂની અને બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં તે ગોર્જિયસ પણ લાગી રહ્યા છે. આ તસવીરોમાં તે પિંક બિકીમાં જોવા મળી રહ્યા છે. અને તેમાં  બ્લેક બોર્ડર પણ લાગેલી છે. તેઓ પુલમાં ચિલ કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, સુનૈના ફોજદારે તેના અભિનય કરિયરની શરૂઆત સ્ટાર પ્લસ શો “સંતાન”થી કરી હતી. આ ઉપરાંત તે રાજા કી આયેગી બારાત” “કુબૂલ હે” “રહેના હે તેરી પલકો કે છાવ મેં” “સીઆઇડી” “સાવધાન ઇન્ડિયા” “આહટ” “એક રિશ્તા સાજેદારી કા” “લગી તુજસે લગન” અને “ફિયર ફાઇલ્સ” જેવી ધારાવાહિકમાં જોવા મળી છે.

સુનૈના ફોજદાર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર 662k ફોલોઅર્સ છે. સુનૈના તેની ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સુનૈનાની તસવીરોને ચાહકો ઘણી પસંદ કરે છે. તેને ચાહકોની લિસ્ટ લાંબી છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરોથી ભરેલુ છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી તેની અસલ જીવનમાં ઘણી બોલ્ડ અને બિંદાસ છે તેમજ તેના લગ્ન પણ થઇ ચૂક્યા છે. તેણે બિઝનેસમેન કુણાલ ભાંબવાની સાથે 4 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. 34 વર્ષની સુનૈના ઘણીવાર તેના ચાહકો સાથે ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. ટીવી શોમાં ટ્રેડિશનલ પાત્ર નિભાવતી સુનૈનાનો આ અલગ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવે છે.

Shah Jina