તુલા રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે સૂર્ય, આ સમયે આ 5 રાશિના જાતકોને થશે નુકશાન, જાણી લો તમારી રાશિ તો નથી ને…

સૂર્ય ઘણો મહત્વનો ગ્રહ છે અને તેની સ્થિતિમાં થયેલ બદલાવ બધી રાશિઓ પર મોટી અસર કરે છે. ગ્રહોનો રાજા સૂર્ય આ મહીને રાશિ પરિવર્તિત કરે છે. આ મહીનાની 17 તારીખે સૂર્ય તુલામાં પ્રવેશ કરશે અને 16 નવેમ્બર 2021 સુધી આ રાશિમાં રહેશે. આ સાથે જ 17 ઓક્ટોબરના રોજથી 5 રાશિઓના જાતકોનો થોડો મુશ્કેલ સમય શરૂ થશે.

1.કુંભ રાશિ : કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન આત્મવિશ્વાસમાં કમી લાવવા વાળો સાબિત થશે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પરિવારમાં બધા સભ્યો સાથે સારો વ્યવહાર કરો. નહિ તો સંબંધમાં દૂરી આવી શકે છે.

2.કર્ક રાશિ : કર્ક રાશિના જાતકોને સૂર્યનું તુુલા રાશિમાં રહેવા દરમિયાન પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સમય શાંતિથી નીકાળી લો, નહિ તો મોટુ નુકશાન થઇ શકે છે. કેટલાક જાતકોની નોકરી પર સંકટ આવી શકે છે. કોઇનાથઈ ઝઘડો કરવાથી બચવું.

3.વૃષભ રાશિ : સૂર્યનું રાશિ પરિવર્તન વૃષભ રાશિનાા જાતકો માટે  ઠીક નથી. તેમને 17 ઓક્ટોબરથી 1 મહીના સુધી સંભાળીને રહેવુ પડશે. તેમણે આ સમયે કરિયર, સંપત્તિ મામલે સાવધાની રાખવી પડશે. સાથે જ લોકોના વાદ-વિવાદથી બચવુ પડશે.

4.કન્યા રાશિ : કન્યા રાશિના જાતકો માટે આ સમય ધન હાનિ અને માનહાનિનું કારણ બની શકે છે. તેથી આ બંને મામલે સંભાળીને ચાલો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

5.મિથુન રાશિ : મિથુન રાશિના લોકોએ આ સમય દરમિયાન ચર્ચાથી બચવુ જોઇએ. નહિ તો નુકશાન થઇ શકે છે. ખાસ કરીને કાર્યસ્થળ પર શાંતિ અને ધૈર્યથી કામ લો.

(નોંધ : આ આર્ટિકલમાં જે પણ જાણકારી છે તે માન્યતાને આધારે છે અને ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina