જ્યોતિષ શાસ્ત્ર

સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ, આ રાશિવાળાને થશે લાભ, જાણો તમારી રાશિ તો નથી ને !

મેષ સંક્રાતિ 2021 : આ 5 રાશિઓના ભાગ્યમાં હશે વૃદ્ધિ, વધશે માન-સમ્માન બનશે અને પૈસાનો ઢગલો થશે

14 એપ્રિલ બુધવારે મેષ સંક્રાતિ હતી. સૂર્ય જે પણ રાશિમાં પ્રવેશ કરે છે તેના નામે સંક્રાતિનું નામ હોય છે. એક મહિના સુધી મીન રાશિમાં રહ્યા બાદ હવે 14 એપ્રિલે ગ્રહોના રાજા સૂર્ય દેવે મેષ રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને હવે આગળના એક મહિના સુધી એટલે કે 14 મે સુધી સૂર્ય મેષમાં રહેશે. મેષ સૂર્યની ઉચ્ચ રાશિ છે અને આ રાશિમાં આવીને સૂર્ય સૌથી વધુ બળવાન માનવામાં આવે છે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): સંતાનના કરિયર અને જીવનમાં સુધાર. વિવાહ સંબંધિત મામલે સફળતા મળશે. કાર્યક્ષેત્ર પર પણ ગોચર તમને ભરપૂર વૃદ્ધિ અને સફળતા પ્રદાન કરશે. નોકરી અપેક્ષા જાતકોના જીવનમાં સારા બદલાવ લાવી શકે છે.રોજ સવારે રોલી મળાવીને સૂર્યને જળ ચઢાવવાથી લાભ થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિમાં ભાગદોડ વધુ કરવી પડી શકે છે. આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ અવધિમાં કોઇ અપ્રિય સમાચાર સાંભળવા મળી શકે છે. વિદેશી સંબંધી મામલે સફળતા મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): સૂર્યના રાશિ પરિવર્તનને કારણે મિથુન રાશિના લોકોની આર્થિક ઉન્નતિ થઇ શકે છે. છત્તાં પણ ખર્ચ પર નિયંત્રણ રાખવું. પરિવાર સાથે મતભેદ ના થવા દો. સરકારી કામકાજમાં સફળતા મળશે.

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકોની આર્થિક સમસ્યા દૂર થશે. ધન આવશે. પરંતુ ખર્ચમાં વધારો થઇ શકે છે. એટલા જ માટે તેના પર નિયંત્રણ રાખો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. સંતાન સંબંધિત ચિંતા દૂર થશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

5. સિંહ – મ, ટ (Leo): આ સમયે બધા રોકાયેલા કામ બનશે. નોકરીની સમસ્યાઓના અંત સાથે પદ પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થશે. વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને ભાગ્યનો સાથ મળશે. જેનાથી તેમને આર્થિક લાભની પ્રાપ્તિ થવાની સંભાવના બનશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): મેષ સંક્રાતિના કારણે કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્ય સાથેની આર્થિક પરેશાનીઓ થઇ શકે છે. વિવાહ સંબંધિત વાતોમાં થોડુ મોડુ થઇ શકે છે. દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. જયાં સુધી સંભવ હોય ઝઘડા અને વિવાદોથી દૂર જ રહો.

7. તુલા – ર, ત (Libra): વૈવાહિક જીવન અને ધંધાનું ધ્યાન રાખો. સંપત્તિને લઇને થનાર પારિવારિક વિવાદોથી દૂર રહો. નિયમિત રૂપે રોલી મળાવીને સૂર્ય જળ અર્પિત કરો. આર્થિક રૂપથી આ સમય સામાન્યથી સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): નોકરી અને રોજગારમાં સમસ્યાઓ ઓછી થશે. તમારે તમારા નજીકના, સગા-સંબંધી, ભાઇ-બહેન અને સહકર્મીઓનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. અનાવશ્યક ક્રોધ અને ઉત્તેજનાથી બચો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): સૂર્યની મેષ સંક્રાતિને કારણે ધન રાશિવાળાને સફળતા અને સમ્માન મળશે. કરિયરમાં મોટો બદલાવ થઇ શકે છે. ધન યોગનું નિર્માણ થઇ શકે છે. રોમાંસ મામલે ઉદાસીનતા બની રહેશે. મોટા ભાઇઓ સાથે મતભેદ ના થવા દો.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોના જીવનમાં અત્યાર સુધી જે સમસ્યાઓ ચાલી રહી હતી તે સૂર્યની મેષ સંક્રાતિ સાથે સમાપ્ત થઇ જશે. આ દરમિયાન ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં ક્લેશ અને માનસિક અશાંતિ વધી શકે છે, કોઇ અપ્રિય સમાચાર મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): મોટી આર્થિક અને વ્યવસાયિક સફળતા મળશે. આ અવધિ દરમિયાન કાર્યસ્થળ પર તમને કેટલાક અવસર મળશે. આ સમય તમારા સકારાત્મક વિચારથી દામપત્ય જીવનમાં સુધાર થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): કરિયરમાં સુધારો અને સફળતા મળશે. તમારી રાશિમાં કેટલાક અન્ય ગ્રહોની હાજરી તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે. તેના પરિણામ સ્વરૂપ તમારા આયુષ્યમાં વૃદ્ધિના યોગ બની શકે છે. સૂર્ય દેવને જલ અર્પિત કરો.