જ્યોતિષ શાસ્ત્ર

13 ફેબ્રુઆરીએ સૂર્ય કરશે આ રાશિમાં પ્રવેશ, આ ચાર રાશિના તારાઓ થશે બુલંદ

સૂર્ય ગ્રહ 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્ય આ રાશિમાં 14 માર્ચ સુધી રહેશે. આ પછી તે મીન રાશિમાં જશે. કુંભ રાશિ શનિ ગ્રહની નિશાની છે. જ્યારે શનિ અને સૂર્યમાં દુશ્મનીનો ભાવ છે, ત્યારે સૂર્યના આ સંક્રમણની અસર બધી જ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક સ્વરૂપોમાં પડશે. તો ચાલો આપણે જાણીએ કે તમારી રાશિ પર સૂર્યના આ સંક્રમણની અસર કેવી થવાની છે –


1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે, લાભના સ્ત્રોત વધશે. શાસન-પ્રશાસન કાર્યમાં સફળતા મળશે. ઓફિસમાં બોસ તરફથી પ્રશંસા મળશે. ધંધામાં લાભ થશે. જો તમે વિદ્યાર્થી છો, તો તમને શિક્ષણ સંબંધિત ક્ષેત્રે સારું પરિણામ મળશે. સંતાન સુખની સંભાવના છે. પ્રેમ-જીવન સુખદ રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
વૃષભ રાશિના જાતકોને નોકરીમાં સફળતા મળશે. તમારા અધિકારો વધી શકે છે. તમારો પ્રભાવ વધશે અને તમને કાર્યક્ષેત્રમાં આદર સાથે જ લોકો પર નેતૃત્વ કરવાની તક મળી શકે છે. તમારા પ્રમોશન અને પગારમાં વધારો થવાના સંકેત પણ મળી રહયા છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોનું સામાજિક જીવન વધુ સારું રહેશે. માન-સન્માન વધશે. તમને ધન-ધાન્યનો લાભ મળશે અને કાર્યોમાં સફળતા મળવાને કારણે તમારો આત્મવિશ્વાસ વધુ રહેશે. સરકારી ક્ષેત્રમાંથી સારો નફો થશે.

4. કર્ક – ડ, હ (Cancer):
કર્ક રાશિના જાતકોને પૂર્વજોની સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના છે, તો બીજી તરફ તમારા પિતાની તબિયત પણ આ સમય દરમિયાન ખરાબ થઇ શકે છે, તેથી તમારે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. જો તમે કાયદાની વિરુદ્ધ જશો તો તમને પ્રશાસન દ્વારા સજા પણ થઈ શકે છે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં તાજગી આવશે અને તમે પહેલા કરતા વધુ સ્વસ્થ અનુભવશો. જૂની કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી છૂટકારો મેળવશો, તો બીજી તરફ, આ સમય દરમ્યાન લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
કન્યા રાશિના જાતકોને વિવિધ પ્રકારનાં કોર્ટ કેસોમાં સારા પરિણામ મળી શકે છે અને તમારા વિરોધીઓ હારી જશો અને નિરાશ થશે. તમારા ખર્ચમાં સુમેળ આવશે અને આ સમય દરમિયાન ફક્ત જરૂરી ખર્ચ જ તમે કરશો, જેને લીધે તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત થવા લાગશે.

7. તુલા – ર, ત (Libra):
તુલા રાશિના જાતકોને શાસન અને વહીવટથી લાભ મળશે અને સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે પણ આ ગોચર અનુકૂળતા લાવશે. જોકે કેટલાક લોકોને આ સમયગાળા દરમિયાન અસામાયિક ટ્રાન્સફરનો સામનો કરવો પડી શકે છે. પણ પછીથી આ ટ્રાન્સફર સારું ફળ આપશે અને તેનાથી તેઓ ખુશ થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોને પરિવારમાં ખાસ તાણનો સામનો કરવો પડી શકે છે. તમારામાં અહમની ભાવનાને જાગી શકે છે કે તમે કુટુંબમાં સર્વશ્રેષ્ઠ છો, તેથી પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે, તમે અતિશયોક્તિપૂર્ણ વાત કરશો, જેનાથી પારિવારિક વાતાવરણ ખરાબ થઇ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોનું ભાગ્ય સારું થશે અને નસીબની કૃપાથી તમારા બધા કાર્યો થઈ જશે, જેના કારણે તમને લાભ મળશે અને સમાજમાં સારું સન્માન પણ મળશે. આ સમય દરમિયાન તમે તીર્થયાત્રા કે કોઈ તીર્થસ્થાન પર પણ જઈ શકો છો. યાત્રામાં તમને શાંતિનો અનુભવ થશે.

10. મકર – જ, ખ (Capricorn):
મકર રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ છે. અચાનક મળેલી સંપત્તિને કારણે તમારું મન પણ પ્રસન્ન રહેશે, તમને કેટલાક સારા પરિણામ પણ મળશે. કેટલાક લોકોને તેમના સાસુ-સસરા તરફથી પણ સારા પરિણામો મળશે અને તેઓને કોઈ પ્રકારની આર્થિક મદદ મળી શકે છે, જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. સાથે જ અહમની લાગણી પણ વધતી જોવા મળશે. આ ગોચરની લગ્નજીવન પર નકારાત્મક અસર થઇ શકે છે કારણ કે ક્રોધ કરવાથી સંબંધોમાં અંતર વધારી શકે છે, તેથી તમારે થોડી કાળજી લેવી જોઈએ.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે. જો કે કેટલાક લોકો આ સમયગાળા દરમિયાન વિદેશ જવામાં સફળ થશે. પરંતુ આ ફક્ત તેમની સાથે જ થશે જેમને પહેલા ખૂબ જ પ્રયાસો કર્યા છે. વિરોધીઓ વિશે સાવચેત રહો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.