જ્યોતિષ શાસ્ત્ર

સૂર્ય કરી રહયો છે સિંહ રાશિમાં પ્રવેશ, આ રાશિઓને થશે મોટો આર્થિક ફાયદો, જીવનમાં આવશે ખુશહાલી

સૂર્યને નવ ગ્રહોમાં રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે વ્યક્તિની રાશિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે તેમનામાં નૈતૃત્વની ક્ષમતા વધે છે અને સકારાત્મકતા અને ઉર્જાનો વાસ થાય છે. ઑગષ્ટની 16 તારીખથી ગ્રહોનો રાજા સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. સૂર્યના આ ગોચરને સિંહ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. સૂર્યનું આ ગોચર બધી જ બાર રાશિઓને કોઈપણ રૂપે પ્રભાવિત કરે છે. ચાલો જોઈએ સૂર્યના આ ગોચારથી તમારી રાશિ ઉપર તેની શું અસર પાડવાની છે.

Image Source

1. મેષ રાશિ:
સૂર્યના આ ગોચરના કારણે મેષ રાશિના જાતકોને વૈવાહિક સમસ્યા આવી શકે છે. નોકરી કરતા લોકોએ કામકાજના ક્ષેત્રમાં સાવધાન રહેવાનું જરૂરી છે. ઓફિસની રાજનીતિથી દૂર રહેવું. આ રાશિમાં વ્યાપાર માટે સમય શુભ રહેશે. સ્વાસ્થ્યના મામલામાં પણ સમય સારો રહેશે.

2. વૃષભ રાશિ:
આ રાશિના જાતકોએ પોતાની માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. દામ્પત્ય જીવનમાં ખુશહાલી રહેશે. જીવનસાથીને કાર્યક્ષેત્રમાં કોઈ મોટી સફળતા મળશે. આ રાશિના વિદ્યાર્થીઓ વધારે મહેનત કરવાની જરૂર છે.

Image Source

3. મિથુન રાશિ:
આ રાશિના જાતકો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશે તેમને લાભ મળશે. ઘર પરિવારમાં વાતાવરણ સારું રહેશે. આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે. સરકાર દ્વારા કોઈ લાભ મળી શકે છે. તમારા ભાઈ-બહેનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

4. કર્ક રાશિ:
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભદાયી રહેશે. આર્થિક સ્થિતિમાં તમને મોટો લાભ થવાની સંભાવના છે. તમને આવકના નવા સ્ત્રોત મળશે. ઘરમાં કોઈ સદસ્યને સારી નોકરીની ઓફર મળશે. વ્યાપારીઓ માટે રોકાણનો આ સારો સમય છે.

Image Source

5. સિંહ રાશિ:
સિંહ રાશિના જાતકોને સકારત્મકતાનો અનુભવ થશે. કામકાજના ક્ષેત્રોમાં તમને પ્રમોશન મળવાની સંભાવના છે. તમારી નૈતૃત્વ ક્ષમતામાં પણ વધારો થશે. લાંબા સમયથી તમારા ફસાયેલા કામ પુરા થશે. આ રાશિના જાતકોને પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.

6. કન્યા રાશિ:
કન્યા રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઉતાર ચઢાવનો સમય રહેશે. આ સમય દરમિયાન તમારે તમારી આર્થિક સ્થિતિમાં સન્તુલન બનાવીને ચાલવાની જરૂર છે. ખર્ચ પણ વધવાની સંભાવના છે. વાહનનો ઉપયોગ કરતા સમયે સાવધાન રહેવું.

Image Source

7. તુલા રાશિ:
સૂર્યના રાશિ પરિવર્તનથી તમને કામકાજના ક્ષેત્રમાં રાહતનો અનુભવ થશે. સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરીની રાહ જોઈ રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. ઘર પરિવારમાં લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેનો સંબંધ પણ સુખદ રહેશે. તમને પિતા પાસેથી કોઈ લાભ મળશે.

8. વૃશ્ચિક:
આ રાશિના જાતકો માટે સમય અનુકૂળ રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. પિતા સાથે તમારા સંબંધો મજબૂત થશે. વ્યાપારીઓને લાભ મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

Image Source

9. ધન રાશિ:
સૂર્યનું સિંહ રાશિમાં ગોચર તમારા માટે અનુકૂળ સમય લઈને આવશે. તમને ભાગ્યનો પૂરતો સાથ મળશે. તમે જે કામને હાથમાં લેશો તેમાં સફળતા મળશે. કોઈપણ પગલું ભરતા પહેલા વિચારવું. પરિવારના સદસ્યો સાથે સમય વીતશે.

10. મકર રાશિ:
આ રાશિના જાતકો માટે સમય ખાસ નહીં રહે. આ દરમિયાન તમને ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. કામકાજમાં પણ કેટલીક અડચણો આવશે. પરંતુ તમે જો ધીરજથી કામ લેશો તો તમારી સમસ્યાઓનો ઉકેલ મળી શકશે. તમારા જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. અને તમારા કાર્યક્ષેત્રમાંથી તમને સારા સમાચાર મળી શકે છે.

Image Source

11. કુંભ રાશિ:
કુંભ રાશિના જાતકોનું દામ્પત્ય જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. પરિવાર સાથે પણ મનમોટાવ રહી શકે છે. આ સમયે યાત્રા કરવાથી લાભ તમને નહીં મળે. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન આપવું., તમારે તમારા ખાન-પાન અને દૈનિક જીવનમાં સુધારો કરવાની જરૂર છે.

12. મીન રાશિ:
મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. કોર્ટ કચેરીના મામલામાં તમને સફળતા મળી શકે છે. માતા-પિતાના આશીર્વાદ પણ તમારી ઉપર રહેશે. કોઈ સારી નોકરીની શોધ કરી રહેલા લોકોને સારા સમાચાર પણ મળી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.