સૂર્ય કરી રહ્યો છે કુંભ રાશિમાં ગોચર, આ 5 રાશિના લોકોની પડતી થશે શરૂ

ભારતમાં આદિકાળથી સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને સૂર્યના કારણે જ ધરતી પર લોકોનું જીવન શક્ય છે. સૂર્ય ન હોય તો કોઈપણ જીવ ધરતી પર રહી ન શકે. તેથી આપણા શાસ્ત્રોમાં પણ સૂર્ય ગ્રહને રાજાની પદવી આપવામાં આવી છે. કારણે કે સૂર્યની સ્થિતિમાં જો નાનું એવુ પરિવર્તન પણ આવે તો તેની અસર લોકો પર થાય છે. હાલમાં સૂર્ય દેવ તેમના પુત્ર શનિની રાશી મકરમાં છે અને 13 ફેબ્રુઆરીના રોજ પોતાની પુત્ર શનિનિ સ્વામિત્વવાળી અન્ય રાશી એટલે કે કુંભમાં પ્રવેશ કરશે. સૂર્ય એક મહિના સુધી કુંભ રાશિમાં રહેશે. કુંભમાં ગુરુ બૃહસ્પતિ પહેલાથી જ હાજર છે. તેથી સૂર્યનો કુંભમાં પ્રવેશ થવાથી ગુરુ અસ્ત થશે અને આ સ્થિતિ 5 રાશિના જાતકો માટે અશુભ સાબિત થશે.

1. વૃશ્ચિક: આ રાશિના લોકોના જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવશે. ખાસ કરીને પર્સનલ લાઈફ થોડી ડામાડોળ થશે. નોકરી ધંધામાં થોડી અડચણો આવશે. ઘરમાં તંગદીલી ન વધે તેનું ધ્યાન રાખવું. ગુસ્સા પર કંટ્રોલ કરવો.

2.સિંહ : સિંહ રાશિના જાતકોને પણ આવનારો સમય સમસ્યા લઈને આવી રહ્યો છે. ખાસ કરીને જે લોકો જોબ કે બિઝનેસમાં છે તેમને થોડી સાવચેતી રાખવી પડશે. તમે કરેલા કામનું યોગ્ય ફળ નહીં મળે. તેથી તમારા જીવનમાં નિરાશા આવી શકે છે. જેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડી ધિરજ રાખો.

3.કર્ક : આ રાશિના લોકોને સૂર્યનું ગોચર સમસ્યા લઈને આવશે. પૈસાની તંગી સર્જાશે. આ ઉપરાંત તમારે મનગમતી કોઈ વસ્તુ પણ ગુમ થઈ શકે છે.તેથી આવનારા સમય માટે કર્ક રાશિના લોકોએ ભારે સાવચેતી રાખવાની જરૂર છે.

4.કુંભ : કુંભ રાશિના લોકોએ વેપાર ધંધામાં કોઈ મોટી ડિલ કરવાથી બચવું. કારણ કે આ સમયે લીધેલો નિર્ણય ઉલટો સાબિત થઈ શકે છે. તેથી આ સમય દરમિયાન શાંતિથી નિર્ણય લો, ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને પાયમાલી તરફ લઈ જશે.

5.મકર : મકર રાશિના લોકોને સૂર્યની બદલતી ચાલ આર્થિક રીતે નુકશાની લઈને આવી રહી છે. તમારા બેન્ક બેલેન્સમાં અસર થશે. આવકની સામે ખર્ચા વધશે. તેથી માનસિક સ્થિતિ થોડી ડામાડોળ રહેશે. ઘરમાં નાના મોટા ઝઘડા થશે.

YC